‘ખાસ-ખબર’ આયોજિત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ
પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની વિશેષ ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખાસ ખબર આયોજિત રાત્રી ક્રિકેટ પ્રકાશ ટુર્નામેન્ટના ત્રીજા દિવસે (તા.23 એપ્રિલ 2025) અનેક આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાં
આદરભર્યું સ્થાન ધરાવતા અને પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, વરિષ્ઠ પત્રકાર અનિરુદ્ધભાઈ નકુમ, બી.ટી. ગોહેલ સાહેબ (ઙઈં-બરોડા), સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પંકજભાઈ સખીયા, રૈયાગામના અગ્રણી બકુલભાઈ સખીયા સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. ટુર્નામેન્ટને નિહાળવા બહોળી સંખ્યામાં ક્રિકેટ ચાહકો પણ મેચની મોજ માણી રહ્યા છે. આ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ગોકુલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ અને તબીબી સેવા આપવામાં આવી રહી છે. ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભીમભાઇ કેશવાલા, ઇનોવેટિવ સ્કૂલ, બલભદ્રસિંહ જાડેજા, જયમીનભાઈ ચેતા (ઈઅ) સહિતના અનેક દાતાશ્રીઓનો આર્થિક સહયોગ મળી રહ્યો છે. દરરોજ વિજેતા ટીમ અને મેન ઓફ ધ મેચ રહેલા ખેલાડીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
મેન ઓફ ધ મેચ
ઉમંગ સાકરીયા – પ્રથમ XI
- Advertisement -
ભરત આહીર – ભગત કરણપરા
હરદીપ દરબાર – પ્રથમ XI
એડી – યદુનંદન
કુણાલ રૂવાલા – લકી XI
3
23 તારીખે રમાયેલી મેચો
યદુનંદન VS પ્રથમ XI
(વિજયી)
દ્વારકાધીશ (વિજયી) દત ભગત કરણપરા
પ્રથમ XI
(વિજયી)VSશક્તિXI
યદુનંદન (વિજયી) VS આર કે
લકી XI
3 (વિજયી) દત સત્તાધાર