ખાસ ખબર સંવાદદાતા
ગીર સોમનાથ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન રાજકોટ દ્રારા જયહિન્દ ઓપન ટ્રોફી ટુર્નામેન્ટ સણોસરા ખાતે યોજાયેલ જેમાં ગીર સોમનાથ ક્રિકેટ એસોસિએશન વેરાવળના યુવા ખેલાડીઓએ દ્વારકા ક્રિકેટ એસો.ને પરાજિત કરી ભવ્ય વિજય મેળવ્યો જેમાં વિરાજ પટ્ટએ 137 રન (167), નીરવ ગુનાએ 123 રન (227), અનુપમ જાદવએ 32 રન (94), લીધેલા જ્યારે હેમાંશુ ડોડીયાએ 6 વિકેટ, આકાશ રામાવતે 4 વિકેટ અને પ્રણવ કાતરીયાએ 3 વિકેટ લઈ દ્વારકા ક્રિકેટ એસો.ને પરાજિત કરી ભવ્ય વિજય મેળવ્યો હતો. આ તકે ગીર સોમનાથ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ ચુડાસમાએ યુવા ખેલાડીઓ ક્રિકેટ ક્ષેત્ર ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવેલ સાથે ગીર સોમનાથ જિલ્લાના યુવા ખેલાડીઓએ સેક્રેટરી નયન કેશવાલા ના માર્ગદર્શન હેઠળ જીલ્લા તેમજ રાજ્ય લેવલે અનેક મેચો યોજાય છે ગીર સોમનાથ જિલ્લાના ઉત્સાહી ખેલાડીઓને જોડાવા એસોસિયેશનના પ્રવક્તાની એક યાદીમાં જણાવેલ છે.
સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ક્ષેત્રે જયહિન્દ ઓપન ટ્રોફી ટુર્ના.માં ગિર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું
