રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના શાહી લગ્નોત્સ્વ બાદ હવે પરિણીતીએ ચઢ્ઢા પરિવાર સાથે ક્રિકેટ મેચ રમી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
બોલીવૂડ ટાઉનના નવપરિણીત પરીણિતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા એક પછી એક લગ્નના ફંક્શનના ફોટો શેર કરી રહ્યાં છે. હાલમાં જ આ કપલે વેડિંગના વધુ ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા, જેમાં પરીણિતી એકદમ ક્યુટ દેખાઇ રહી હતી. તો રાઘવ પણ ડાંસ કરતાં નજરે પડ્યા હતા. ત્યારબાદ અભિનેત્રીએ વેડિંગ આઉટફિટ અને જ્વેલરી સાથે જોડાયેલી કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી છે. હવે પરીણિતીએ લગ્ન પહેલા ચોપડા અને ચઢ્ઢા પરિવાર વચ્ચે યોજાયેલા ક્રિકેટ મેચનો સુંદર વીડિયો શેર કર્યો છે.
- Advertisement -
હરભજન સિંહ સિવાય ચોપાડ અને ચઢ્ઢા પરિવારના લોકો પણ દેખાઈ રહ્યા છે
પરીણિતિએ હાલમાં જ ક્રિકેટ મેચના ફોટો શેર કર્યા હતા. ટીમ ચોપડા અને ટીમ ચઢ્ઢાની વચ્ચે મસ્તી ભરેલા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે એક્ટ્રેસે આ તસવીરો પાછળ થયેલી મસ્તી અંગે માહિતી આપી હતી. જેમાં હરભજન સિંહ સિવાય ચોપાડ અને ચઢ્ઢા પરિવારના લોકો પણ નજર આવી રહ્યાં છે. પરીણિતીએ ઓરેન્જ કલરની ટીશર્ટ પહેર્યું છે. જેના પર બ્રાઇડ લખેલું છે.
- Advertisement -
View this post on Instagram
ક્રિકેટ મેચ અને મ્યૂઝિકલ ચેર જેવી નાની નાની ગેમ સાથે કરી
ચોપડા અને ચઢ્ઢા પરિવારે ટ્રેડિશનલ વેડિંગ રિવાજની શરૂઆત ક્રિકેટ મેચ અને મ્યૂઝિકલ ચેર જેવી નાની નાની ગેમ સાથે કરી હતી. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે રાઘવ ટોસ કરી રહ્યાં છે અને પરીણિતી ટોસ જીતી જાય છે. ડોગને અમ્પાય બનાવવામાં આવ્યો છે. હરભજન સિંહ કન્ફ્યુઝ છે કે તેને બોલીંગ કોના તરફથી કરવી. દીકરીવાળા તરફથી રમવું કે દીકરા તરફથી. આ વીડિયોના કેપ્શનમાં પરીણિતીએ લખ્યું કે લગ્ન માટે નવા રીતિ-રિવાઝની શરૂઆત, કોઇ સ્ટ્રેસ નહીં, કોઇ ડ્રામા નહીં, માત્ર એક બીજાની કંપનીને એન્જોય કરી રહ્યાં છીએ અને પ્રેમને સેલિબ્રેટ કરી રહ્યાં છે. ચોપડા વર્સેઝ ચઢ્ઢા.
રાઘવ ચઢ્ઢા અને પરીણિતી ચોપડાએ 24 સપ્ટેમ્બરના રોજ ઉદયપુરના લીલા પેલેસમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન કોઇ રોયલ વેડિંગથી જરાય ઉતરતા નથી. લગ્નમાં તમામ રાજનીતિક સ્ટાર પણ હાજર રહ્યાં હતા અને દુલ્હા-દુલ્હનને આશીર્વાદ આપ્યા હતા.