નવા પદનો મુખ્ય હેતુ ઝોનલ નાયબ મ્યુનિસિપલ કમિશનરોને તેમના ઝોનમાં વધુ સમય ફાળવવાનો છે
નવા મ્યુનિ.કમિશનર હિસાબી, કોમ્પ્યુટર, લીગલ, પ્રોજેક્ટ, ફરિયાદ નિવારણ, શાળા બોર્ડ વગેરેનું સુપરવિઝન કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોને વધુ સારી સેવા આપવા માટે એક નવું પદ, ’નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર)’નું નિર્માણ કર્યું છે. આ નિર્ણય મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા લેવામાં આવ્યો છે. આ નવા પદનો મુખ્ય હેતુ ઝોનલ નાયબ મ્યુનિસિપલ કમિશનરોને તેમના ઝોનમાં વધુ સમય ફાળવવાની તક આપવાનો છે, જેથી તેઓ નાગરિકોને સીધા મળી શકે અને કામગીરીનું યોગ્ય મોનિટરીંગ કરી શકે. હાલ રાજકોટમાં 3 ઝોન (ઇસ્ટ, વેસ્ટ, સેન્ટ્રલ) કાર્યરત છે. ઇસ્ટ ઝોનમાં મહેશ જાની (ઈંઅજ), વેસ્ટ ઝોનમાં ચેતન નંદાણી અને સેન્ટ્રલ ઝોનમાં હર્ષદ પટેલ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે નવી જાહેરાત મુજબ સમીર ધડુકને નાયબ મ્યુ. કમિશનર (હેડ ક્વાર્ટર) તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. નવા નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર) વિવિધ શાખાઓ જેવી કે હિસાબી, કોમ્પ્યુટર, લીગલ, પ્રોજેક્ટ, ફરિયાદ નિવારણ, શાળા બોર્ડ વગેરેનું સુપરવિઝન કરશે. તેમની બેઠક વ્યવસ્થા સેન્ટ્રલ ઝોન કચેરીએ રહેશે. આ પગલું વહીવટી સુગમતા વધારવા અને લોકોના પ્રશ્નોનું ઝડપી નિવારણ લાવવામાં મદદ કરશે.
- Advertisement -
નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર) સમીર ધડુક
નાયબ મ્યુનિસિપલ કમિશનર (સેન્ટ્રલ ઝોન) હર્ષદ પટેલ
નાયબ મ્યુનિસિપલ કમિશનર (ઇસ્ટ ઝોન) મહેશ જાની
નાયબ મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટ ઝોન) ચેતન નંદાણી



