નાસા પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને લઈને ચિંતામાં છે. છેલ્લા પાંચ વર્ષથી ISSમાં થોડું લીકેજ ચાલી રહ્યું હતું. જો કે, હવે એવું બહાર આવ્યું છે કે ઓછામાં ઓછા 50 સ્થળોએ લીકેજની સમસ્યા છે. આ સિવાય ISSમાં પણ તિરાડો દેખાઇ રહી છે. નાસાનો એક તપાસ રિપોર્ટ લીક થયો હતો જેમાં ખુલાસો થયો હતો કે ISS ખતરામાં છે. આ ઉપરાંત સુનિતા વિલિયમ્સ સહિત અહીંના અવકાશયાત્રીઓના જીવ પણ જોખમમાં છે.
સ્પેશ સ્ટેશનમાં તિરાડો
- Advertisement -
રશિયાએ પૃથ્વીની આસપાસ ફરતી લેબમાં માઇક્રો વાઇબ્રેશનનો પણ દાવો કર્યો છે. નાસાનું કહેવું છે કે સ્પેસ સ્ટેશનમાંથી મોટી માત્રામાં હવા બહાર આવી રહી છે, જે ખતરાની ઘંટડી છે. જોકે, લોકોના જીવ બચાવવા અને ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ISSમાં છેલ્લા પાંચ વર્ષથી લીકેજની સમસ્યા છે.
નાસાની માહિતી આવી સામે
પ્રથમ લીક સ્પેસ સ્ટેશનમાં હાજર યવેઝદા મોડ્યુલમાંથી શરૂ થયું હતું, જે ડોકિંગ પોર્ટ તરફ દોરી જતી ટનલ છે. આ ભાગનું નિયંત્રણ રશિયાના હાથમાં છે. જોકે, નાસા અને રશિયન એજન્સી Roscomos વચ્ચે આ સમસ્યાનું વાસ્તવિક કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સહમતિ નથી બની શકી, સીએનએન અનુસાર, નાસાના અવકાશયાત્રી બોબ કબાનાએ કહ્યું કે સ્પેસ એજન્સીએ આ લીકેજ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
- Advertisement -
લિકેજનો ખતરો
કબાનાએ જણાવ્યું હતું કે લીકેજને રોકવા માટે ઓપરેશન ચલાવવાથી થોડા સમય માટે રાહત મળી શકે છે પરંતુ તે કાયમી ઉકેલ નથી. અમેરિકા કહે છે કે તે સુરક્ષિત નથી. લીકેજ પ્રથમ વખત 2019 માં શોધી કાઢવામાં આવ્યું હતું. આ પછી, એપ્રિલ 2024 થી, દરરોજ 1.7 કિલોના દરે હવા લિક થવા લાગી. સામાન્ય રીતે સાતથી દસ અવકાશયાત્રીઓ ISSમાં રહે છે. રશિયન એન્જિનિયરોએ માઇક્રો વાઇબ્રેશન વિશે વાત કરી છે. નાસાએ આ ખતરાને ટાળવા માટે કેટલાક પગલાં લીધાં છે. આ સિવાય અહીં હાજર અવકાશયાત્રીઓને પણ વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.