શહેરના વોર્ડ નં.4માં પેઈજ પ્રમુખો સાથે શુભેચ્છા મુલાકાત કરી ચૂંટણી વિષય અંતર્ગત માર્ગદર્શન આપ્યું
ધારાસભ્ય ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ સી.આર. પાટીલનું ઉષ્માસભર સ્વાગત કર્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો આજે સૌરાષ્ટ્રનો પ્રવાસ યોજાયો હતો, જેમાં મોરબી ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા રામકથામાં ક્થાશ્રવણનો લાભ લીધો હતો તેમજ મોરબી પાર્ટીના બુથના કાર્યકર્તાના ઘરે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. ત્યારબાદ વિધાનસભા-68માં સમાવિષ્ટ વોર્ડના પાર્ટીના પેઈજપ્રમુખ સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી, જેમાં વોર્ડ4ના બુથના પેઈજપ્રમુખ ભવાનભાઈ સુરાણીના ઘેર ’ચા યે પે ચર્ચા’ કરી હતી. ત્યારબાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઘ્વારા રાજકોટ (પૂર્વ) વિધાનસભા68ના સેવાકીય ક્ષેત્રે સતત સક્રિય અને લોકપ્રિય ધારાસભ્ય ઉદય કાનગડના પેડક રોડ સ્થિત જન સંપર્ક કાર્યાલય ખાતે પધારેલ હતા. આ તકે સી.આર. પાટીલજીનું ધારાસભ્ય ઉદય કાનગડ ઘ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય 2મેશભાઈ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, ડે. મેયર નરેન્દ્રસિહ જાડેજા, સ્ટેન્ડીગ ચેરમેન જયમીન ઠાકર, સહીતના ઉપસ્થિત રહયા હતા.