મહિસાગરમાં ‘આપ’ને આંચકો આપ્યા બાદ ભાજપના નિશાના ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ: કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ કરશે કેસરિયા?
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ભાજપ લોકસભા ચૂંટણીના ટી-20 મોડમાં આવી જતાં કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતનાર ભાજપ આ વખતે જીતનું માર્જીન વધારવા માંગે છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક જીત અપાવીને નવા હીરો તરીકે ઉભરેલા સી.આર. પાટીલે પાંચ લાખ મતોની સરસાઈથી લોકસભાની તમામ બેઠકો જીતવાનો પ્લાન બનાવ્યો છે.
- Advertisement -
આ પ્લાનને પૂર્ણ કરવા માટે ભાજપે મિશન હેવીવેઈટ હન્ટ શરૂ કર્યું છે. આ અંતર્ગત પાર્ટી અન્ય પાર્ટીઓમાં રહેલા ભૂતપૂર્વ ભાજપ અને યોગ્ય જન આધાર ધરાવતા નેતાઓને ભગવો પહેરાવવાની યોજના પર કામ કરી રહી છે. મહીસાગર જિલ્લામાં અઅઙને અપસેટ કર્યા બાદ પાર્ટી હવે બનાસકાંઠામાં કોંગ્રેસને વધુ નબળી બનાવવાના મિશન પર છે. 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને અનેક વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો ચાલી રહી છે.
આ અંગે તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે બેઠક કરી ચૂકયા છે. જો આમ થશે તો બનાસકાંઠામાં કોંગ્રેસને જોરદાર ફટકો પડી શકે છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂકયા છે. જો ગોવાભાઈ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તો ડીસા વિધાનસભા મતવિસ્તાર સહિત સમગ્ર બનાસકાંઠામાં પક્ષની સ્થિતિ વધુ મજબૂત થશે.
નવભારત ટાઈમ્સ ઓનલાઈનને મળેલી માહિતી મુજબ ભાજપના ગેમ પ્લાનમાં માત્ર ગોવાભાઈ રબારી જ નથી પરંતુ ઉત્તર ગુજરાતના અન્ય કેટલાક નેતાઓ પણ છે. આ સિવાય બીજા તબક્કામાં પાર્ટી સૌરાષ્ટ્રના કેટલાક નેતાઓને પણ ભાજપમાં સામેલ કરી શકે છે.