ઑક્સિટોસિન ઇન્જેકશન પર પ્રતિબંધ હોવા છતાં બેફામ ઉપયોગ
પશુ અને બાળકો ઉપર વિપરીત અસર પડે છે : પ્રથમ વખત તબેલાનાં માલિક સામે ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દૂધની માંગ વધી રહી છે.ત્યારે દૂધનાં ભેળસેળ સામાન્ય વાત બની છે. દૂધમાં પાણી તો ઉમેરવામાં આવી જ રહ્યું છે.પરંતુ નકલી દૂધ બનાવવામાં આવતા હોવાનાં કિસ્સાઓ પણ અનેક સામે આવે છે. આ ઉપરાંત વધુ દૂધની લાલચમાં ગાય અને ભેંસને પ્રતિબંધીત ઑક્સિટોસિનાં ઇન્જેકશન આપવામાં આવી રહ્યાં છે. આ ઇન્જેકશન ઉપર પ્રતિબંધ હોવા છતા તેનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. જેના કારણે પશુ અને બાળકો ઉપર તેની વિપરીત અસર પડી રહી છે. જૂનાગઢ જિલ્લામાં પ્રતિબંધીત ઑક્સિટોસિનનો ઉપયોગ કરનાર બે તબેલાનાં માલીક સામે ફરિયાદ નોંધાઇ છે. સાયદ આ પ્રકારે પ્રથમ વખત પોલીસ ફરિયાદ થઇ છે. જૂનાગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દૂધાળા પશુ અને આહારમાં ઉપયોગમાં લેનાર બાળકો ઉપર જેની વિપરીત અસર પડે તેવા પ્રતિબંધીત ઑક્સિટોસિન ઇન્જેકશનનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં આ પ્રકારે ઑક્સિટોસિન ઇન્જેકશન આપવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. પ્રતિબંધીત ઇન્જેકશનથી વધુ દૂધ મેળવી શકાય છે. વધુ દૂધ મેળવવાની લાલચમાં દૂધાળા પુશ ઉપર ક્રુરતા આચરવામાં આવી રહી છે. એટલું જ નહી આ પ્રકારનાં ઇન્જેકશન વાળા દૂધનો આહારમાં ઉપયોગ કરવાથી ખાસ કરીને બાળકો ઉપર તેની વિપરીત અસર પડે છે. જૂનાગઢમાં પશુ પર ઑક્સિટોસિન ઇન્જેકશનનો ઉપયોગ કરવાનાં મુદે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. જૂનાગઢનાં પાદરીયા નજીક તબેલો ધરાવતા દીપકભાઇ પશુને શંકાસ્પદ ઑક્સિટોસિનનું ઇન્જેકશન આપ્યું હતું. આ ઇન્જેકશન હિતેશભાઇ દાસારામની દુકાનમાંથી 62 બોટલ મળી હતી. જયારે વિસાવદર તાલુકાનાં કાલસારી ગામ નજીક પાંચાભાઇ જેઠાભાઇએ પણ ભેંસોને શંકાસ્પદ ઑક્સિટોસિનનાં ઇન્જેકશન આપ્યાં હતાં. આ બન્ને ઘટનામાં નાલસર યુનિવર્સીટી હૈયદરાબાદમાં એડવાન્સ ડીપ્લોમા ઇન એનીમલ્સ પ્રોટેકશનમાં અભ્યાસ કરતી અક્ષિતા અને દીપીકા નામની છાત્રાઓએ જૂનાગઢ તાલુકા પોલીસ અને વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બાળકો બેડોળ થઇ જાય : તબીબ
પશુ તબીબ ડૉ. દિગ્વિજય રામે કહ્યું હતું કે, ઑક્સિટોસિન ઇન્જેકશન પ્રતિબંધીત છે. આ ઇન્જેકશનવાળું દૂધ લેવાથી બાળકોને વધુ અસર થાય છે. કાચું દૂધ લેવામાં આવે તો બાળકો બેડોળ થાય છે અને વંધ્યત્વની અસર પણ થઇ શકે છે. તેમજ પશુમાં બીજા ગાભણ વખતે તકલીફ પડે છે.
તપાસ ચાલી રહી છે : ઉુજઙ
જૂનાગઢનાં ઉુજઙ પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, શંકાસ્પદ ઑક્સિટોસિન ઇન્જેકશનની ફરિયાદ નોધાઇ છે. વધુ તપાસ ચાલી રહી છે.
- Advertisement -
દૂધ 72 ડિગ્રી પર ગરમ કરીને લેવું
ડૉ. દિગ્વિજય રામે કહ્યું હતું કે, બહારથી ખરીદતા દૂધને કાચુ લેવાનું ટાળવું જોઇએ. દૂધને 72 ડિગ્રી ગરમ કરીને આહારમાં ઉપયોગ કરવો જોઇએ. જેથી ઑક્સિટોસિનનો ઉપયોગ થયો હોય તેની અસર દૂધમાં રહેતી નથી.
જામનગરથી ઇન્જેકશન ખરીદ્યા હતાં
ઙજઈં વી.કે.ઉંજીયા અને ટીમે પાદરીયા દુકાનમાં તપાસ કરતા શંકાસ્પદ ઑક્સિટોસિનની 62 બોટલ મળી હતી. દુકાનદારની પૂછપરછમાં આ ઇન્જેકશન જામનગરથી મળતા હોવાનું કહ્યું હતું. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.