તામિલનાડૂનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીનનાં પુત્ર ઉદયનિધિ સનાતન ધર્મના અપમાન બદલ હવે કાનુની મુશ્કેલીમાં મુકાયા છે. અને અદાલત દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યું છે.
ઉદયનિધિ સ્ટાલીનએ ચાર માસ પૂર્વે સનાતન ધર્મ વિશે અપમાનજનક ટીપ્પણી કરી હતી. આ મામલે પટણા હાઈકોર્ટના વકીલ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેને પગલે લોકલ કોર્ટ દ્વારા સમન્સ જારી કરવામાં આવ્યું હતું. ઊદયનિધિ તામીલનાડુ સરકારમાં મંત્રી પણ છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદયનિધિએ સનાતન ધર્મની સરખામણી કોરોના વાયરલ ડેંગ્યુ સાથે કરી હતી અને તેનો નાશ કરવાનુ નિવેદન કર્યું હતું. હાઈકોર્ટનાં વકીલ કૌશલેન્દ્ર નારાયણે અરજી કરતા સ્પેશ્યલ જજ દ્વારા ઉદયનિધિને સમન્સ પાઠવવામાં આવ્યુ છે. 13 મી ફેબ્રુઆરીએ રૂબરૂ અથવા વકીલ મારફત જવાબ આપવાનો આદેશ કર્યો છે.