ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાલાવડ રોડ ઉપર આવેલી મેટોડા જીઆઈડીસીમાં આવેલા શ્રી ફીડેલ પંપ પ્રા. લિ. પાસેથી તાલાલા (ગીર)ના રહીશ અને ડોલ્ફીન સબમર્શીબલ એન્ડ મોટર રિવાઈન્ડીંગના નામે ધંધો કરતા વજુભાઈ વિક્રમભાઈ રાવલીયાએ ફરિયાદી કંપની પાસેથી ખરીદ કરેલી સબમર્શીબલ પંપ અને તેને લગત ખરીદેલી વસ્તુના બાકી રહેલ રૂા. 2,42,632માંથી પાર્ટ રકમ રૂા. 50,000 ચૂકવણા ઈસ્યુ કરી આપેલા ચેક રિટર્ન થતાં તે અન્વયે દાખલ થયેલો કેસ ચાલી જતાં રાજકોટના એડી. ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને છ માસની સજા અને ચેકની રકમ વાર્ષિક 6 ટકા વ્યાજ સાથે ફરિયાદીને એક માસમાં ચૂકવી આપવા અને ન ચૂકવી આપે તો વધુ એક માસની સજાનો સિમાચિહ્નરૂપ ચૂકાદો ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો કાલાવડ રોડ ઉપર આવેલી મેટોડા જીઆઈડીસીમાં કિશાન ગેઈટ અંદર આવેલા શ્રી ફીડેલ પંપ પ્રા. લિ. પાસેથી સોમનાથ જિલ્લાના તાલાળા (ગીર)ના રહીશ અને ડોલ્ફીન સબમર્શીબલ એન્ડ મોટર રિવાઈડીંગના નામે સબમર્શીબલને લગત ધંધો કરી રહેલા આરોપી વજુભાઈ વિક્રમભાઈ રાવલીયાએ ખરીદ કરેલી સબમર્શીબલ પંપ અને તેને લગત ચીજવસ્તુઓ અન્વયે સમયાંતરે કરેલ પેમેન્ટ બાદ કરતા ફરિયાદી કંપનીનું બાકી રહેલુ પેમેન્ટ રૂા. 2,42,632માંથી પાર્ટ રકમ રૂા. 50,000 ફરિયાદી કંપનીને ચૂકવવા ચેક ઈસ્યુ કરી આપેલ અને બાકીની રકમ રૂા. 1,92,632 આરટીજીએસથી કંપનીને મોકલી આપવા અને આપેલ ચેક રિટર્ન થશે નહીં પાસ થઈ જશે તેવા ભરોસે આપેલ ચેક રિટર્ન થતા તે અન્વયે કાનુની નોટીસ પાઠવવા છતાં ફરિયાદી કંપનીનું બાકી લેણું અદા ન કરતા કંપનીના મેનેજર શૈલેષ જેન્તીભાઈ તોગડીયાએ આરોપી વિરુદ્ધ રાજકોટની અદાલતમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરેલો હતો.
- Advertisement -
ઉપરોક્ત કેસ ચાલી જતાં ફરિયાદી તરફે રજૂ થયેલ 28 દસ્તાવેજો તથા મૌખિક પુરાવા પર આધાર રાખી એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલી કે ફરિયાદીના માલ પેટેને બાકી રહેલા લેણામાંથી પાર્ટ પેમેન્ટ પેટે ચેક ઈસ્યુ કરી આપેલો છે, ચેકની કે તે માંહેની સહીની તકરાર નથી, ફરિયાદી દ્વારા આપવામાં આવેલ પુરાવો તથા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાથી વિરુદ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરિયાદીના પુરાવાનું કોગઝન્ટ એવિડન્સથી ખંડન થઈ શકે તેટલો ચુસ્ત, વિશ્ર્વાસપાત્ર, ભરોસાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરાવો રેકર્ડ પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નિવડેલ છે અને બચાવ પુરવાર કરવા જાતે કે સાહેદો મારફત કે દસ્તાવેજી પુરાવાથી હકીકતો સાબિત કરી ફરિયાદીના પુરાવાનું ખંડન કરી શકેલ નથી, ફરિયાદ પક્ષ જ્યારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલો હોય, ચેક આપ્યાનો કે ચેકમાં સહીનો ઈન્કાર ન હોય ત્યારે ફરિયાદી ચેકના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવું જોઈએ વગેરે લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવેલ હતી.
રેકર્ડ પરના રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતાં ફરિયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, આરોપીએ ફરિયાદી પાસેથી રકમ લીધેલની હકીકતને અને તે પરત નહીં કરેલ હકીકતને સમર્થન મળે છે, ફરિયાદ પક્ષે રજૂ દસ્તાવેજો સંબંધી કોઈ તકરાર લેવામાં આવેલ નથી, ફરિયાદવાળો ચેક આરોપીએ કાયદેસરના દેવાની ચૂકવણી પેટે આપેલ હતો તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પૂરવાર થયેલી છે તેમજ ચેક રિટર્ન થયા બાદ નોટીસ આપ્યા બાદ કે કેસ દાખલ થયા બાદ પણ વિવાદી ચેકની રકમ ફરિયાદીને ચૂકવેલ હોવાનું પૂરવાર થતું નથી, ફરિયાદીએ એન.આઈ. એક્ટના તમામ આવશ્યક તત્ત્વો પૂરવાર કરેલા છે તેમજ ચેક આપેલ નહીં હોવાનું કે ચેકમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, ફરિયાદપક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલા નથી ત્યારે ફરિયાદીનો કેસ પુરવાર માની આરોપીને છ માસની સજા ઉપરાંત રકમ રૂા. 50,000 વાર્ષિક 6 ટકા વ્યાજ સાથે એક માસમાં ફરિયાદીને ચૂકવવા અને તેમાં કસુર કર્યે વધુ એક માસની સજા ફરમાવતો સિમાચિહ્નરૂપ ચૂકાદો ફરમાવવામાં આવેલો હતો.
ઉપરોક્ત કામમાં ફરિયાદી ફીડેલ પંપ પ્રા. લિ. વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહ, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા રોકાયેલા હતા.