ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે તા. 16-7-2023ના રોજ વિંછીયા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 143, 144, 147, 148, 149, 447, 120 (બી) 34 તથા જીપીએક્ટ 37(1), 135 મુજબની ફરિયાદ નોંધાયેલી હતી. જેમાં ફરિયાદીના પિતા ખાટલામાં સૂતેલા હતા ત્યારે આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું ઘડી આરોપીઓ એકસાથે લાકડી તથા લોખંડના પાઈપ લઈ આવી ફરિયાદીના પિતાને આરોપીઓએ ડાબા હાથની કોણીમાં અને પેટના ભાગે તથા બંને પગે ઈજાઓ કરી અને ફરિયાદીના પિતાનું મોત નિપજાવવા બદલ આરોપીઓ ગુન્હો કર્યા બાબતે જેમાં આરોપી તરીકે જેન્તીભાઈ પરસોતમભાઈ સરવૈયા આરોપી તરીકે ફરિયાદમાં નામ આવેલું હોય અને આરોપીના જામીન નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરેલા હતા, ત્યારબાદ વિંછીયા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 189(2), 189(3), 190, 191(2), 195(1), 121(1), 121(2), 49, 132, 324(4), 61(2), 115(2) 125(એ), 125(બી) તથા સાર્વજનિક મિલકત નુકસાન અટકાવવો અધિનિયમ 3 તથા જીપીએકટ 135થી નોંધાયેલો છે. જેમાં પોલીસ સ્ટેશનની બહાર આશરે 10,000 લોકોના ટોળા ભેગા થયેલા હોય અને પોલીસે ઓળખતા અને લાગતા વળગતા 85 વ્યક્તિ ઉપર નામજોગ એફઆઈઆર કરેલી અને જેમાં પોલીસે હાલના આરોપીનું પણ નામ નોંધી લીધેલું હોય જેથી પોલીસે હાલના આરોપી વિરુદ્ધ અગાઉના આઈપીસી 302 વિગેરેના ગુન્હાના કામે હાલના આરોપીએ બીજો ગુન્હો કરેલો હોય અને શરતોનું પાલન કરેલું નથી તેમ કહી હાલના આરોપી જેન્તીભાઈ પરસોતમભાઈ સરવૈયાના જામીન રદ કરવાની અરજી રાજકોટ સેશન્સ નામદાર કોર્ટમાં કરેલી હતી, અને આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા દ્વારા અરજીની સામે કરેલી દલીલ, વાંધા-જવાબ તથા રજૂઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલા ચૂકાદાઓને ધ્યાનમાં લઈ નામદાર સેશન્સ કોર્ટે આ કામના આરોપીના જામીન રદ કરવાની અરજી ડીસમીસ કરવાનો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
આ કામમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ એ. જાદવ, વલ્લભભાઈ રંગપરા, કેવીન એમ. ભંડેરી તેમજ મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા રોકાયેલા હતા.



