ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્વરની એકતા સોસાયટીમાં રહેતા આધેડ પર પાડોશીએ છરી વડે હુમલો કરી ત્રણ ઘા ઝીંકી દીધા બાદ પત્નીએ ઢીકાપાટુનો માર મારતા હોસ્પિટલે ખસેડાયા હતા. જંગલેશ્વરની એકતા કોલોનીમાં રહેતા અશોકકુમાર કરતારામ પાસવાન ઉ.45એ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં આવેશ અને તેની પત્ની સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે લાદી કામની મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગઇ તા.31/8 ના રાત્રીના તે તથા તેનો કૌટુંબીક ભાઈ રાજન ઘરે જમવાનું બનાવીને બહાર આટો મારવા બહાર આવ્યા હતા ત્યારે દંપતી ધસી આવ્યું હતું અને આવેશે યુવાનને હાથમાં છરીનો એક ઘા, જમાણા પગે સાંથળના ભાગે બીજો ઘા અને જમણી સાઇડ છાતીના ભાગે ત્રીજો ઘા મારી દીધો હતો તેની પત્નીએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો દરમિયાન ફરિયાદીનો દીકરો સની ઘરમાંથી બહાર આવતા આ બંને ત્યાંથી જતા રહ્યા હતા બાદમાં 108 મારફત આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં ઘરનું નહાવા ધોવાનું પાણી આરોપીના ઘર પાસે જતુ હતુ અને આ આવેશ તેનો ટેમ્પો અમારા ઘર પાસે રાખતો હોય જે બાબતે સામાન્ય બોલાચાલી થતી હોય જેનો ખાર રાખી આ આવેશ અને તેની પત્નીએ હુમલો કર્યો હતો ભકિતનગર પોલીસે આધેડની ફરિયાદ પરથી દંપતી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.