આશરે રૂ. 20,000 કરોડના ખર્ચે બનેલ એરક્રાફ્ટ કેરિયરે ગયા મહિને દરિયાઈ પરીક્ષણનો ચોથો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો
PM નરેન્દ્ર મોદી આજથી દક્ષિણ ભારતના બે રાજ્યોના પ્રવાસે જશે. આજે સાંજે લગભગ 6 વાગ્યે જ્યાં તેઓ કોચીન એરપોર્ટ નજીક કલાડી ગામમાં આદિ શંકરાચાર્યના પવિત્ર જન્મસ્થળ શ્રી આદિશંકર જન્મભૂમિ વિસ્તારની મુલાકાત લેશે. તેથી 2જી સપ્ટેમ્બરે સવારે 9:30 વાગ્યે કોચીમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે ઈંગજ વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરનું ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે, ઈંગજ વિક્રાંત ભારતના અગ્રણી ઔદ્યોગિક ગૃહો તેમજ 100 થી વધુ ખજખઊ દ્વારા પૂરા પાડવામાં આવતા સ્વદેશી ઉપકરણો અને મશીનોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે ભારતના દરિયાઈ ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે અને તેમાં અત્યાધુનિક ઓટોમેશન સુવિધાઓ છે. ઈંગજ વિક્રાંતના કમિશનિંગ સાથે, વડા પ્રધાન નૌકાદળના નવા ધ્વજનું અનાવરણ કરશે. 2 સપ્ટેમ્બરનો દિવસ ભારતીય નૌકાદળ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ‘ઈંગજ વિક્રાંત’ને ભારતીય નૌકાદળમાં સામેલ કરશે.
- Advertisement -
શું છે INS વિક્રાંતની વિશેષતાઓ?
જો તમે INS વિક્રાંતની વિશેષતા પર નજર નાખો તો તે સંપૂર્ણપણે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 60 મીટર છે. તેના વજનની વાત કરીએ તો તે 45 હજાર ટન વજનનું જહાજ છે. ઈંગજ વિક્રાંત એકસાથે 30 ફાઈટર પ્લેન ચલાવવા માટે સક્ષમ છે. આ જહાજને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની શિપયાર્ડ કંપની કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. વિક્રાંત અત્યાધુનિક સ્વચાલિત સુવિધાઓથી સજ્જ છે અને ભારતના દરિયાઈ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે એમ નિવેદનમાં જણાવાયું છે.



