સ્થાનિક તાલુકા પોલીસે દરોડો કરી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે પીપળા ગામે સીમ વિસ્તારમાં બોડલી તળાવના કાંઠે દેશી દારૂનો જથ્થો છુપાવેલી હોવાની બાતમીને આધારે ઈનચાર્જ પીઆઇ એમ.બી. વિરજા, વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ઘેડ, બ્રિજરાજસિંહ, નરેશભાઈ ભોજિયા સહિતના સ્ટાફે દરોડો કરી બાવળની ઝાડીમાં છુપાવેલ દેશી દારૂ બનાવવાનો આથો 2500 લીટર કિંમત 62,500 રૂપિયા તથા દેશી દારૂ 200લિટર કિંમત 40 હજાર રૂપિયા એમ કુલ મળી 1,02,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ ચુલી ગામના શક્તિભાઈ ભાવેશભાઈ ધોડકિયા વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.