LCB ટીમે દરોડો પાડી 570 લીટર દારૂ અને 3000 લીટર આથો કબજે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે માળીયા (મી.) વાડા વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે રૂ. 1.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
- Advertisement -
બાતમીના આધારે કઈઇ ટીમે માળીયાના વાડા વિસ્તારમાં આરોપી જાકીર ઉર્ફે જાકો અકબર માલાણીના રહેઠાણ પર દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી 570 લીટર દેશી દારૂ (જેની કિંમત રૂ. 1,14,000) અને 3000 લીટર આથો (જેની કિંમત રૂ. 75,000) મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 1,89,000નો મુદ્દામાલ કબજે લીધો છે.
આરોપી જાકીર ઉર્ફે જાકો અકબર માલાણી વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.