મોરબી જિલ્લામાં ગત તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત વાંકાનેર, હળવદ, ચંદ્ર્પુર અને સરવડની બેઠકો ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ મતદાન કર્યું હતું. સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન બની હતી. આજરોજ તારીખ 18/02/2025 ના રોજ સવારના 09:00 કલાકથી વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ, હળવદમાં મોડલ સ્કૂલ, માળિયા મિયાણાના મોટીબરાર મોડલ સ્કુલમાં મતગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ શાંતિપૂર્ણ રીતે થયો છે. આ તકે સંબધિત અધિકારીઓ, ઉમેદવારોની ઉપસ્થિતિમાં મત ગણતરીની પ્રક્રિયા થઈ રહી છે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર નગરપાલિકામાં 6318 પુરુષ અને પ201 સ્ત્રી સહિત કુલ 11, 519 મતદારોએ મતદાન કરતા કુલ 51.52 ટકા મતદાન થયું હતું. જ્યારે હળવદ નગરપાલિકાની 7 વોર્ડની ચૂંટણીમાં 28 બેઠકો માટે સવારથી જ મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેમાં 9519 પુરુષો અને 7954 સ્ત્રી મતદારો મળી કુલ 17, 473 મતદારોએ મતદાન કરતા 63.61 ટકા મતદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર 58.99 ટકા અને માળિયા મિયાણાની સરવડ બેઠક માટે 63.98 જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. એકંદરે જંગી સંખ્યામાં મોરબી વાસીઓએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
હળવદમાં મોડેલ સ્કૂલ, વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કૂલ અને માળિયા મિંયાણામાં મોટીબરાર મોડેલ સ્કૂલમાં મતગણતરી

Follow US
Find US on Social Medias