P.U ના ઘરે પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. કાર્તિકેયન, ડ્રગ્સ કંટ્રોલ, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ સંયુક્ત નિયામક
કોલ્ડ્રિફ કફ સિરપ કેસ, જેમાં અનેક બાળકોના મોત થયા હતા, તેના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે ચેન્નાઈમાં સાત સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા દરમિયાન, કેન્દ્રીય તપાસ એજન્સી તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ઓફિસના ટોચના અધિકારીઓના નિવાસ્થાનોની તપાસ કરી રહી છે. તેમજ શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના માલિક જી. રંગનાથનની મધ્યપ્રદેશ પોલીસે 9 ઑક્ટોબરે કસ્ટડીમાં લીધા હતા.
- Advertisement -
શ્રીસન ફાર્માના 7 ઠેકાણે ઈડીના દરોડા
આ દરોડા પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ પાડવામાં આવી રહ્યા છે, જે દેશના અનેક રાજ્યોમાં પ્રતિબંધિત કફ સિરપના નિર્માતા શ્રીસન ફાર્મા સાથે સંકળાયેલા છે. આ કેસમાં મૃત્યુઆંક લગભગ 22 બાળકોની આસપાસ છે, જેમાં મુખ્યત્વે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા બાળકોમાંથી મોટા ભાગના મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના હતા અને કેટલાક કેસ રાજસ્થાનમાં પણ નોંધાયા હતા.
શ્રીસન ફાર્માએ એક દાયકા સુધી નિયમોનું ઉલ્લંઘન કર્યું
- Advertisement -
પીટીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) કાંચીપુરમ સ્થિત શ્રીસન ફાર્માની તપાસમાં તમિલનાડુ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (TNFDA) દ્વારા મૂળભૂત નિયમનકારી ધોરણો લાગુ કરવામાં ગંભીર ચૂક જોવા મળી છે. કંપનીએ 2011માં લાઇસન્સ મેળવ્યું હોવા છતાં, નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય ડ્રગ સુરક્ષા નિયમોના અનેક ઉલ્લંઘન સાથે એક દાયકાથી વધુ સમય સુધી ચકાસણી વગર કામગીરી ચાલુ રાખી હતી.
નિયમનકારી સત્તાવાળાઓની મોટી ચૂક
CDSCO દ્વારા કરાયેલા તાજેતરના નિરીક્ષણમાં સુવિધા ખાતે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ (GMP)નું ગંભીર બિન-પાલન અને દયનીય કાર્યકારી પરિસ્થિતિઓ નોંધાઈ હતી.
ન્યૂઝ એજન્સીના સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતું કે, TNFDA એ કંપની વિશે CDSCO ને જાણ ન કરી, જેના કારણે તે કેન્દ્રીય નિયમનકારી ડેટાબેસેસમાં નોંધાયેલી નહોતી. એટલું જ નહીં, શ્રીસન ફાર્મા તેના મંજૂર ઉત્પાદનોને રાષ્ટ્રીય ‘સુગમ’ પોર્ટલ પર નોંધણી કરાવવામાં પણ નિષ્ફળ રહી, જે ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનના વધુ સારા મોનિટરિંગ માટે ફરજિયાત છે.
TNFDA એ CDSCO થી માહિતી છુપાવી, ઝેરી રિપોર્ટ રોકી રાખ્યો
સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે, મધ્યપ્રદેશ સત્તાવાળાઓની વિનંતી પર TNFDA એ ઑક્ટોબરની શરૂઆતમાં શ્રીસન ફાર્માનું ઑડિટ કર્યું હોવા છતાં, આ માહિતી CDSCO સાથે શેર કરવામાં આવી નહોતી.
વળી, 3 ઑક્ટોબરે છિંદવાડામાં CDSCO દ્વારા સંયુક્ત જોખમ-આધારિત નિરીક્ષણ દરમિયાન કંપનીના ઉલ્લંઘનો સામે આવ્યા, પણ TNFDA અધિકારીઓએ વારંવારની વિનંતીઓ છતાં ભાગ લીધો નહોતો. TNFDA એ કોલ્ડ્રિફ સિરપના વિશ્લેષણ રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી રોકી રાખ્યો, જેમાં ઝેરી સ્તરનું ડાઇથિલિન ગ્લાયકોલ (અનુમતિપાત્ર 0.1% સામે 48%) જણાયું હતું. આનાથી રાજ્ય અને કેન્દ્રીય નિયમનકારો વચ્ચે મૂંઝવણ ઊભી થઈ.
આ ખુલાસાઓ પછી, CDSCO એ શ્રીસન ફાર્માનું મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ રદ કરવાની અને ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની ભલામણ કરી. જોકે, TNFDA એ કોઈ પગલાં ન લીધાં અને કંપનીના માલિકની ધરપકડ 8 ઑક્ટોબરે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવી.