એક મહિના પૂર્વે બનાવેલી દિવાલમાં તિરાડો પડી જતા ભ્રષ્ટાચાર નજરે પડ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
રાજ્ય સરકારની યોજના થકી કરોડો રૂૂપિયાની ગ્રાન્ટ વપરાશ થાય છે જેમાં સ્થાનિક તંત્ર અને અધિકારીઓ ભ્રષ્ટાચાર થકી કરોડોની ગ્રંથોને વેડફી પોતાના ખિસ્સા ભરતા હોય છે. ત્યારે પાટડી ખાતે પણ કઈક આ પ્રકારે લાખ્ખો રૂપિયાના ખર્ચે નિર્માણ થતા રિવરફ્રન્ટના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેમાં પાટડી શહેરના ઐતિહાસિક તળાવ નજીક લાખ્ખોના ખર્ચે રિવરફ્રન્ટ નિર્માણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. એકાદ મહિના પૂર્વે આ રિવરફ્રન્ટની દીવાલો ઊભી કરી હતી પરંતુ માત્ર એક મહિનાના અંદર જ આ દિવાલોમાં તિરાડો પડી જતા ભેસ્તાચાર છતો થયો છે. પ્રજાના ટેક્સના રૂપિયે સરકારી ગ્રાન્ટમાંથી વિકાસ કામોને મંજૂરી મળતા હવે ભ્રષ્ટાચાર આદરવામાં આવી રહ્યો છે. જે અંગે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા રિવરફ્રન્ટના કામમાં થયેલ ભેસ્તાચારને ઉજાગર કર્યો હતો ત્યારે હવે જોવાનું રહે છે કે ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટર અને જવાબદાર અધિકારીઓ પર કેવા પ્રકારની કાર્યવાહી થાય છે?