જૂનાગઢ ભાજપના નગરસેવકે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કામનો ભાંડો ફોડયો
સરોવર બ્યુટિફિકેશનમાં નબળી ગુણવત્તાના કામની પોલ ખુલી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ મહાનગર પાલિકા હસ્તકના કામો કેવો ભ્રસ્ટાચાર થાય છે તેવા અનેક દાખલાઓ સામે આવ્યા છે જેની ફરિયાદ મુખ્યમંત્રીથી લઈને હાઇકોર્ટ સુધી કરવામાં આવી છે. ત્યારે વધુ એક ભ્રસ્ટાચારની પોલ ખુલી છે જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા વોર્ડ – 7 ના નગરસેવક અને બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરાએ નરસિંહ મેહતા સરોવરનું ચાલી રહેલ બ્યુટીફિકેશન કામની કેવી કામગીરી થાય છે. તેનો એક વિડિઓ બનાવી શોશ્યલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂકીને તળાવમાં ચાલતી કામગીરીમાં કેટલી નબળી ગુણવતા વાળું કામ થઇ રહ્યું છે. તેને ઉજાગર કરીને તેની ફરિયાદ મુખ્યમંત્રી અને શહેરના ધારાસભ્ય સમક્ષ કરી સમગ્ર રજૂઆત કરવામાં આવશે અને તેની તપાસ કરી જવબદાર અધિકરીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેની સામે પગલાં ભરવાની માંગ કરી છે.
જુનાગઢ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નંબર 7 ના ભાજપના જ નગરસેવક જયેશ બોઘરા દ્વારા સોશિયલ મીડિયામાં વિડ્યો મૂકીને જુનાગઢ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન માટે ચાલી રહેલ કામગીરીની આકસ્મિક મુલાકાત લેતા જે દીવાલો બનાવેલ છે તે અને જે ટાઇલ્સ લગાડેલ છે તે ખુબજ નબળી ગુણવત્તાનું કામ થયેલ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે એક વિડ્યો પણ બનાવ્યો હોવાનું અને તેમાં હાથ મારતાની સાથે જ ટાઇલ્સ નીકળી જતી હોવાનું જણાવ્યું હતું અને તેમાં જે કેમિકલ તેમજ સિમેન્ટનો ઉપયોગ થયો છે તે પણ પૂરતા પ્રમાણમાં થયેલ ન હોવાનું જણાવ્યું હતું તેમજ આ કામગીરી માટે જવાબદાર અધિકારીઓ દ્વારા આવું નબળું કામ શા માટે કરવામાં આવ્યું છે તે વિષયે તપાસ માટે માગણી કરવામાં આવશે અને જવાબદાર અધિકારી પર કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી પણ મુખ્યમંત્રી અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવશે અને આવું નબળું કામ ચલાવામાં નહી આવે તેવી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ વીડિયોમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.
- Advertisement -
જૂનાગઢ મનપા હસ્તકના ચાલી રહેલ કામગીરીમાં કોન્ટ્રાકટરો દ્વારા જે રીતે નબળી ગુણવતાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેની એક પછી એક પોલ ખુલવા માંડી છે હવે તો ખુદ ભાજપના નગરસેવક મેદાનમાં આવ્યા છે.જે રીતે નરસિંહ મેહતા તળાવમાં ચાલતી કામગીરીમાં લાલીયાવડી ચાલતી હોવાનું એક વિડિઓ બનાવી સમગ્ર ભ્રસ્ટાચારની પોલ ખોલી દેવામાં આવી છે.
મનપા બાંધકામ સમિતિના જયેશ બોઘરાએ વિડીયો જાહેર કર્યો
તળાવ કામગીરીમાં કમિટી બનાવી તટસ્થ તપાસ કરો : વિપક્ષ નેતા
જૂનાગઢ મનપા બાંધકામ સમિતિ ચેરમેન દ્વારા તળાવમાં ચાલતી નબળી કામગીરી મુદ્દે જયારે મેદાનમાં આવ્યા છે ત્યારે વિપક્ષ નેતા લલિત પરસાણાએ ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તળાવનું કામ 60 કરોડમાં બે ફેસમાં કરવામાં આવી રહ્યું છે.તેમાં જે રીતે કામગીરી થઇ રહી છે તેમાં અગાઉની ટર્મમાં માટી નાખવાની બાબતે ભ્રસ્ટાચાર થતા તેનો અવાજ બોર્ડમાં ઉઠાવ્યો હતો અને હાલ જે રીતે નરસિંહ મેહતા સરોવરમાં ચાલતી નબળી કામગીરી થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ કામગીરી મુદ્દે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનર દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવે જેમાં વિપક્ષ પણ સાથે રાખીને તટસ્થ તપાસ થવી જોઈએ અને જ્યાં સુધી કોન્ટ્રાકટરનું પેમેન્ટ ચુકવામાં ન આવે તેવી માંગ કરી છે.
વધુ કહ્યું કે, એક વાર રાજ્ય સરકારની ગ્રાન્ટથી તૈયાર થયેલ તળાવ કામગીરી પૂર્ણ થયા બાદ જો તેમાં ક્ષતિ હશે તો તેનું કામ સ્વભંડોળ માંથી કરવામાં આવશે ફરી તે કામગીરીનું ટેન્ડર બહાર પાડીને ફરીથી રીપેરીંગ કરવામાં આવશે અને પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાઈ જશે એટલે કમિટી બનાવી કામગીરીની પૂર્ણ ચકાસણી કરવામાં આવે તેવી વિપક્ષ નેતાએ માંગ કરી છે.



