
- Advertisement -
પ્રકાશના પર્વ દિપાવલી અને નૂતન વર્ષની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2ના કોર્પોરેટર જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે દરેક તહેવાર કોઈ અનોખો સંદેશ લઈને આવે છે. તહેવારો અને તેના થકી ચાલતા એકબીજાના વ્યવહારો જ માણસને જીવંત રાખવાનું કામ કરે છે. એમાંય દિવાળીના તહેવારો શુદ્ધિ, નવીનતા, પ્રેમ, આત્મિયતા કેળવવાનો અસર ગણાય ત્યારે નૂતન વર્ષમાં રાજકોટમાં લોકહિતના કાર્યો અવિરત ચાલુ રહે તથા રાજકોટ શહેરના તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય સદા આરોગ્યમય રહે તેવી શુભેચ્છા વોર્ડ નં. 2ના કોર્પોરેટર જયમીન ઠાકર દ્વારા તમામ નાગરિકોને પાઠવવામાં આવેલ છે.


