99 દિવસ પછી દૈનિક કોરોના કેસોની સંખ્યા વધીને 7000ને પાર
ખાસ-ખબર સંવાદદાતા
દૈનિક કેસોમાં 39 ટકાનો વધારો જોવા મળ્યો છે. 111 દિવસ પછી દૈનિક પોઝિટીવ રેટ પણ વધીને બે ટકાને પાર થઇ ગયો છે તેમ આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. એક જ સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસો બમણા થઇ ગયા છે.કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોેગ્ય મંત્રાલયે કેરળ, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા પર ઝીણવટભરી નજર રાખવાનું શરૃ કરી દીધું છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 1881 કેસો નોંધવામાં આવ્યા છે. જે 18 ફેબુ્રઆરી પછીના સૌૈથી વધારે કેસ છે. બુધવારે ફક્ત મુંબઇમાં જ 1765 કેસ નોંધવામાં આવ્યા હતાં. કેરળમાં બુધવારે 1544 કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 7240 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 4,31,97,522 થઇ ગઇ છે. કોરોનાથી વધુ આઠ લોકોનાં મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,24,723 થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુક્ર એક્ટિવ કેસોની સંખ્યા વધીને 32,498 થઇ ગઇ છે. આ અગાઉ એક માર્ચના રાજ દેશમાં કોરોનાના 7554 દૈનિક કેસ નોંધવામાં આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 3641નો વધારો થયો છે. દૈનિક પોઝિટીવ રેટ વધીને 2.13 ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ વધીને 1.31 ટકા થઇ ગયો છે. આ દરમિયાન રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા વધીને 194.59 કરોડને પાર થઇ ગઇ છે.