રસીના માનવ પરીક્ષણ દરમિયાન એક વોલેન્ટિયર બીમાર પડતા એસ્ટ્રાઝેનેકાએ પરીક્ષણ અટકાવી દીધું
કોરોના વાયરસના સંકટ વચ્ચે અમેરિકાની એસ્ટ્રાઝેનેકાએ વેક્સીનનું પરીક્ષણ શરુ કર્યું હતું. જોકે હવે તે પરીક્ષણ બંધ કરી દેવાયું છે. એસ્ટ્રાઝેનેકાએ પોતાના છેલ્લાં તબક્કાનું રસી પરીક્ષણ રોકી દીધું છે. રસીના માનવ પરીક્ષણ દરમિયાન એક વોલેન્ટિયર બીમાર પડતા એસ્ટ્રાઝેનેકાએ પરીક્ષણ અટકાવી દીધું હોવાનું સામે આવ્યું છે. એસ્ટ્રાઝેનેકાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે આ એક રૂટિન અડચણ છે કેમ કે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી બાબતે હજુસુધી વધુ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. તેની વ્યવસ્થિત સમીક્ષા કરવાં આવશે અને તેના બાદ જ ટ્રાયલ ફરી શરુ કરવામાં આવશે.
કોરોનાવાયરસ સામેની રસી બનાવવા માટે મોટું વિઘ્ન આવ્યું છે. એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી રસીની માણસો પર અજમાયશ થઈ તેમાં એક વ્યક્તિ બીમાર પડ્યા પછી તેની અજમાયસ અટકાવવામાં આવી છે. એસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે આ એક નિયમિત વિક્ષેપ છે, કેમ કે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજી સુધી કંઇ સમજાયું નથી. બીજી વખત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કોરોના વાયરસ રસીની અજમાયશ બંધ કરવામાં આવી છે. આ રસીનું નામ AZD1222 રાખવામાં આવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુસાર, તે વિશ્વમાં અન્ય રસી પરીક્ષણોમાં મોખરે હતા.
- Advertisement -
ભારત સહિત ઘણા દેશો ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી પર નજર રાખી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે ઘણી આશા છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી બજારમાં આવનારી પ્રથમ રસીમાં સામેલ થશે. ચાલી રહેલા પ્રયોગો સમગ્ર વિશ્વમાં રોકી દેવામાં આવી છે અને હવે તેને સ્વતંત્ર તપાસ બાદ જ ફરી શરૂ કરી શકાય છે. રસી ટ્રાયલના ત્રીજા તબક્કામાં હજારો લોકો શામેલ છે, અને તેમાં ઘણી વાર લાગે છે. કોરોના રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં લગભગ 30,000 લોકો શામેલ છે.