સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સીન કોવિશીલ્ડ 73 દિવસમાં તૈયાર થઈને બજારમાં આવી જશે
ભારતમાં આજથી એટલે કે મંગળવારથી ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બ્રિટિશ સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનિકા દ્વારા વિકસાવેલા કોરોના વાયરસ વેક્સીન કોવિશિલ્ડના બીજા ચરણનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરાશે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ભારતમાં પોતાની કોરોના વેક્સીનના ઉત્પાદનને માટે પુનાની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને પાર્ટનર બનાવી છે. કોવિશિલ્ડની સુરક્ષા અને પ્રતિરોધક ક્ષમતાની તપાસ માટે પુનાની ભારતી વિદ્યાપીઠ ચિકિત્સા મહાવિદ્યાલય અને હોસ્પિટલમાં સ્વસ્થ વ્યક્તિઓ પણ રિસર્ચ કરાશે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં સરકાર અને વિનિયામક કેસમાં કેન્દ્રીય ઔષધિ માનક અને નિયંત્રણ સંગઠનની મંજૂરી મળી છે. 25 ઓગસ્ટ એટલે કે આજથી ક્લીનિકલ પરીક્ષણ શરૂ કરાશે. કેટલાક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સીન કોવિશીલ્ડ 73 દિવસમાં તૈયાર થઈને બજારમાં આવી જશે. કંપનીનું કહેવું છે કે આ એક અંદાજ છે. વેક્સીન બજારમાં ત્યારે જ આવશે જ્યારે ટ્રાયલ સફળ થશે અને રેગુલેટરી અપ્રુવલ મળી જશે.
- Advertisement -
વાંદરાઓ પર આ વેક્સીનનું પરીક્ષણ અસરકારક પરિણામ આપી રહ્યું છે. તેમાં કોરોનાની પ્રતિ ઈમ્યુનિટી ડેવલપ થઈ હતી, માણસો પર ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ પૂરું થયું છે. ભારત, બ્રાઝિલ સહિત દુનિયાના અનેક દેશોમાં ફેઝ 3નું ટ્રાયલ ચાલી રહ્યું છે. 17 સેન્ટર્સ પર 1600 લોકો પર 22 ઓગસ્ટે ટ્રાયલ શરૂ થયું છે. દરેક સેન્ટર્સ પર 100 વોલેન્ટિયર્સ છે. નવેમ્બર સુધી ટ્રાયલ પૂરું થવાની આશા છે. પરિણામ સકારાત્મક રહ્યુ તો રેગુલેટરી અપ્રૂવલ બાદ વેક્સીનના લાર્જ સ્કેલ પર પ્રોડક્શન શરૂ કરીને આવનારા વર્ષમાં માર્કેટમાં આવી શકે છે.
દુનિયાના અનેક દેશોએ આ વેક્સીન ખરીદવામાં રસ દાખવ્યો
યુનાઈટેડ કિંગડમે 100 મિલિયન ડોઝની ડીલ કરી છે. બ્રાઝિલ સરકારે પણ 127 મિલિયન ડોલરમાં 30 મિલિયન ડોઝ ખરીદવાનો કરાર કર્યો છે. યૂરોપિયન યુનિયનના અનેક દેશો પણ કરારનું વિચારી રહ્યા છે. ઓક્સફર્ડે કહ્યું છે કે યૂકેમાં આ વેક્સીનના ભાવ ઓછા રહેશે.