અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ભવનાથમાં આવેલા ભારતી આશ્રમનાં ગાદીપતિ મહામંડલેશ્ર્વર હરિહરાનંદભારતીબાપુને કોરોના થયો છે. બાપુને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ભારતીઆશ્રમમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડળેશ્વર હરિહરાનંદ બાપુ કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ગઈકાલે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
- Advertisement -
અહીં જુનાગઢ સ્થિત આવેલા તેમના આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરીને તેઓ અમદાવાદ ખાતે ગયેલ હતા ત્યાં તેમની તબિયત બરોબર ન હોવાથી ઝાયડસ હોસ્પિટલમાં તેઓએ બતાવતા તેમનું નિદાન કરવામાં આવ્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા છે હાલ તેમની તબિયત નોર્મલ હોવાનું જાણવા મળ્યું છે.



