સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવેલ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે JN.1 નું સંક્રમણ ગુજરાત સહિત દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે અને આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
દેશમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે અને છેલ્લા પાંચ અઠવાડિયાથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં નવું સબ-વેરિયન્ટ JN.1 જોવા મળી રહ્યું છે. હવે ધીરે ધીરે આ સબ વેરિયન્ટથી સંક્રમિત થતાં લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને દેશના 11 રાજ્યોમાં આ વેરિયન્ટથી સંક્રમણના કેસો સામે આવ્યા છે.
- Advertisement -
આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે..
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સોંપવામાં આવેલ એક અહેવાલ અનુસાર, ‘ગયા મહિને નવેમ્બરમાં જીનોમ સિક્વન્સિંગ દરમિયાન દેશના પ્રથમ ચાર JN.1 સંક્રમિત કેસ બહાર આવ્યા હતા પરંતુ આ મહિને આ વેરિયન્ટના 17 દર્દીઓમાં જોવા મળ્યું હતું.’ આ રિપોર્ટ પર હવે એક્સપર્ટસનું કહેવું છે કે આ JN.1માં એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં અથવા તો ત્રીજી વ્યક્તિમાં ચેપ ફેલાવવાની ક્ષમતા વધારે છે, પરંતુ ગંભીરતાની દૃષ્ટિએ તે પહેલાના વર્ષોની જેમ મજબૂત નથી. આ વેરિયન્ટ બસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પણ જાનલેવા નથી.’
આ રાજ્યોમાં પહોચ્યો કોરોના JN.1
સ્વાસ્થ્ય મંત્રાલયના એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે JN.1 નું સંક્રમણ દેશના 11 રાજ્યોમાં પહોંચી ગયું છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, પુડુચેરી, ગુજરાત, તેલંગાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે, જેમના સેમ્પલના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
એક રિપોર્ટ અનુસાર દેશમાં કુલ 2,669 સક્રિય દર્દીઓમાંથી, 45 દર્દીઓ 10 રાજ્યોની હોસ્પિટલમાં દાખલ છે અને એમની હાલત થોડી ગંભીર છે. તો તેની સામે 125 થી વધુ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ વિના હોસ્પિટલમાં છે. પણ અંહિયા સૌથી મોટી રાહતની વાત એ છે કે 92.80 ટકા દર્દીઓ તેમના ઘરોમાં આઇસોલેશનમાં છે.
- Advertisement -
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ગઈકાલે દેશમાં કોરોના સંક્રમણને કારણે છ લોકોના મોત થયા છે. કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને પંજાબમાં એક દર્દીનું મોત થયું છે. તે જ સમયે ગઈકાલે 358 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, જેના કારણે સક્રિય કેસની સંખ્યા 2,305 થી વધીને 2,669 થઈ ગઈ છે.