કોરોનાની વર્તમાન લહેરમાં દેશના એક કરોડ લોકો બેરોજગાર બની ગયા છે અને 97 ટકા પરિવારોની આવક-કમાણીમાં ઘટોડો નોંધાયો છે.સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના વડા મહેશ વ્યાસના કહેવા પ્રમાણે મે મહિનામાં બેરોજગારી દર 12 ટકા રહ્યો હતો તે એપ્રિલમાં 8 ટકા હતો.આ સમયગાળા દરમ્યાન એક કરોડ લોકોએ નોકરીમાંથી હાથ ધોવા પડયા હતા અને બેકારીની ગર્તામાં ધકેલાયા હતા. આ પાછળનુ મુખ્ય કારણ કોરોનાની વર્તમાન ગંભીર લહેર જ છે તેઓના કહેવા પ્રમાણે અત્યારે કોરોનાની લહેર ધીમી પડી છે. એક વખત અર્થતંત્ર પૂર્વવત-ધમધમતુ થઈ જાય તો બેરોજગારીની સમસ્યામાં આંશીક રાહત મળી શકે છે છતા નોકરી ગુમાવનારા તમામે તમામને કામધંધો મળી જાય તે શકય નથી.
કોરોના કાળમાં જે લોકોએ નોકરી ગુમાવી છે તેઓને નવી નોકરી મેળવવામાં તકલીફો થશે. અસંગઠીત ક્ષેત્રનાં કામદારો ગમે ત્યાં ઝડપથી ગોઠવાય શકે છે. પરંતુ સંગઠીત ક્ષેત્રમાં સારી-વ્હાઈટ કોલર નોકરી મેળવવાનું આસાન નથી.દેશમાં બેરોજગારી દર 3 થી 4 ટકા હોય ત્યાં સુધી સામાન્ય ગણાય પરંતુ તે હાલ 12 ટકાએ પહોંચ્યો હોવાથી તે નોર્મલ થવામાં ઘણો સમય લાગી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને કાબુમાં લેવા માટે ગત વર્ષે નેશનલ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યુ હતું અને ત્યારે બેરોજગારીનો દર 23.5 ટકાના રેકોર્ડસ્તરે પહોંચી ગયો હતો. અત્યારે બીજી લહેરે તાંડવ સજર્યુ હતું અને હવે તેમાં રાહત મળવા લાગી છે. ત્યારે લોકડાઉન જેવા આકરા નિયંત્રણો લાદનારા રાજયો છૂટછાટ આપવા લાગ્યા છે. હવે આર્થિક પ્રવૃતિઓમાં વૃધ્ધિ થાય છે.
- Advertisement -
કેન્દ્રની આ એજન્સી દ્વારા એપ્રિલમાં 1.75 લાખ પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો તેમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન આવક મામલે ચિંતાજનક તથ્યો સામે આવ્યા છે.સર્વેમાં સામેલ પરિવારોમાંથી માત્ર ત્રણ ટકા લોકોએ જ કોરોના કાળમાં આવક વધ્યાનું જણાવ્યું હતું બાકી 97 ટકા લોકોએ આવકમાં ઘટાડો થયાનું કહ્યું હતું. 42 ટકા લોકોએ આવકમાં ઘટાડો થયાનું કહ્યું હતું 42 ટકા લોકોએ એમ કહ્યું કે આવક ગત વર્ષ જેટલી જ રહી છે.મોંઘવારી ફૂગાવાના પરિપેક્ષ્યમાં 97 ટકા પરિવારોની આવકમાં મોટો ઘટાડો થયો છે. ભારતનો આર્થિક વિકાસદર છેલ્લા 41 વર્ષના તળીયે પહોંચી ગયો છે તેવા સમયે બેરોજગારી-આવકનો આ રીપોર્ટ ચોંકાવનારો છે.
દેશમાં પ્રતિ વ્યક્તિ આવક-ખર્ચમાં મોટો ઘટાડો
2020-21માં પ્રતિ વ્યક્તિ રાષ્ટ્રીય આવક રૂા.1,28,829 જે 2018-19 વર્ષ સમાન
- Advertisement -
લોકોનો ખર્ચ પણ ઘટયો: ખાદ્ય, કપડા, ફૂટવેર, મનોરંજન, ઈલે. હાઉસીંગ ખર્ચને અસર
નવી દિલ્હી: દેશમાં કોરોનાએ લોકોના જીવન અને બજેટ બન્નેને અસર કરી છે અને એકંદરે દેશ ઓછામાં ઓછા પાંચ વર્ષ પાછળ ધકેલાઈ ગયો છે. તે વચ્ચે હાલમાં જ પ્રસિદ્ધ થયેલા રાષ્ટ્રીય આંકડાઓ દર્શાવે છે કે દેશમાં પ્રતિવ્યક્તિ આવક અને ખર્ચ એ 2018-19ના સ્તરે ધકેલાઈ ગયુ છે. 2020-21માં ભારતમાં પ્રતિવ્યક્તિ રાષ્ટ્રીય આવક રૂા.1,28,829 નોંધાઈ છે. જે 2018-19ના સ્તરે પહોંચી ગઈ છે. કોરોનાના કારણે આવકમાં ઘટાડો થયો રોજગારી ગઈ અને આર્થિક અનિશ્ર્ચિતતાનું જે વાતાવરણ બન્યું હતું તેની અસર તેમના જીવન ધોરણ પર પડી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ હાફમાં હવે અંતિમ માસમાં ભારત પ્રવેશી ગયું છે.
તે સંબંધ દેશમાં જે રીતે શોપીંગ મોલ બંધ છે અને બિન આવશ્યક લકઝરી શોપ્સના વ્યાપાર પણ નિયંત્રીત થયા છે તેની અસર જોવા મળે છે. જો કે જે કંઈ થોડી ખરીદી જોવા મળે છે તેમાં ઈ-કોમર્સ શોપીંગનો મોટો ફાળો છે. જેમાં લોકોના ખર્ચમાં એક ધોરણ ટકાવી રાખ્યુ છે. હાલમાં જ પ્રસિદ્ધ થયેલા જીડીપીના આંકડા દર્શાવે છે કે હાલની ભાવ સપાટીએ પ્રતિ વ્યક્તિ આવકમાં 4%નો ઘટાડો થયો છે. 2018-19માં આ આવક રૂા.1,25,883 હતી. જે હવે 2020-21માં 1,28,829 છે. દેશમાં પ્રતિવ્યક્તિ ખર્ચ જે રૂા.85,348 હાલમાં જ પુરા થતા વર્ષમાં રૂા.85348 નોંધાયો છે જે 2018-19માં રૂા.84,567 હતા. જો આ તમામ આંકડા 2011-12ની ભાવ સપાટીએ ગણીએ તો વધુ નીચા હશે.આ તમામ ખર્ચમાં ખાદ્ય ખર્ચ, કપડા, ફૂટવેર, હાઉસીંગ, ઈલેકટ્રીસીટી, મનોરંજન, શિક્ષણ, ટ્રાન્સપોર્ટેશન તથા આરોગ્ય ખર્ચનો સમાવેશ થાય છે.