– ઉત્પાદન જાળવવા નિવૃત સૈન્ય જવાનોની મદદ મેળવવાની હાલત
ચીને કોરોના પ્રકોપને લઈને દેશના અનેક વિસ્તારોમાં સખત લોકડાઉન લગાવ્યા છે જેથી આર્થિક ગતિવિધિને ખરાબ અસર થઈ છે તેમ આઈફોનનું પ્રોડકશન પણ સામેલ છે. આઈફોનની દુનિયાની સૌથી ફેકટરીમાં કોરોનાના કહેરના કારણે કામકાજને ખરાબ અસર થઈ છે ત્યારે આ ફેકટરીમાં કર્મચારીઓની ઘટના કારણે પ્રોડકશન વધારવા ચીનની સરકારે રિટાયર્ડ સૈનિકોની મદદ માંગી છે.
- Advertisement -
ચીને પીપલ્સ લિબરેશન આર્મીના નિવૃત સૈનિકોને મદદ માટે બોલાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચીનના ઝેંગઝૂમાં આઈફોન બનાવનારી દુનિયાની સૌથી મોટી ફેકટરી છે. દુનિયાના 70 ટકા આઈફોન આ ફેકટરીમાં બને છે. કોરોના લોકડાઉનના કારણે આ ફેકટરીમાં કામકાજને ખૂબ જ ખરાબ અસર થઈ છે.
આ ફેકટરીમાં હાલ 10 હજાર વર્કર્સની જરૂર છે. એક કરોડની વસ્તીવાળા ઝેંગઝૂમાં આઈફોન બનાવનારી ફેકટરીમાં હાલ 10 હજાર વર્કસની જરૂર છે. એક કરોડની વસ્તી વાળા ઝેંગઝૂમાં આઈફોન બનાવનારી ફેકટરીમાં 2 લાખથી વધુ લોકો કામ કરે છે. અહીં રોજ 5 લાખથી વધુ આઈફોન બને છે. આ સંખ્યા પુરી દુનિયામાં બનતા આઈફોનના 70 ટકા છે.
કોરોનાના કહેરના કારણે ફોકસવેગનની કેટલીક કંપનીઓ બંધ કરી દેવાઈ હતી. આથી કામકાજ પુરી રીતે પાટે નથી ચડયું. પ્રોડકશન વધારવા ઝેંગઝૂમાં સ્ટાફની કમી પુરી કરવા નિવૃત ફોજીઓની મદદ માંગવામાં આવી છે.
- Advertisement -