– સંક્રમણ ઝડપથી વધતુ હોવાનો સંકેત
દુનિયાભરના દેશોમાં કોરોના ફરી ઝડપભેર પ્રસરવા લાગ્યો છે અને નવા વર્ષના સપ્તાહ દરમ્યાન વિશ્ર્વમાં 30 લાખથી વધુ કેસો નોંધાયા છે.વર્લ્ડોમીટર્સના રીપોર્ટ પ્રમાણે છેલ્લા સાત દિવસ દરમ્યાન દુનિયાભરમાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ થઈ છે અને 30 લાખ કેસો નોંધાયા છે જયારે 9535 લોકોના જાન ગયા છે. 20 લાખ લોકો કોરોનામાંથી સાજા થયા છે.
- Advertisement -
રીપોર્ટ પ્રમાણે સૌથી વધુ સંક્રમણ જાપાનમાં છે જયાં સાત દિવસમાં 10.30 લાખ નવા કેસ નોંધાયા છે અને 2179 લોકોનો ભોગ લેવાયો હતો. દક્ષિણ કોરિયામાં પણ સંક્રમણ તેજ હોય તેમ 4.54 લાખ કેસ નોંધાયા હતા અને 440 લોકોના મોત નિપજયા હતા.
અમેરિકામાં 1.79 લાખ કેસની સામે 1103 લોકોના મોત નિપજયા હતા. જયારે તાઈવાનમાં 1.75 લાખ, બ્રાઝીલમાં 1.69 લાખ, હોંગકોંગમાં 1.65 લાખ, જર્મનીમાં 1.57 લાખ, ફ્રાંસમાં 1.44 લાખ, ઈટલીમાં 62700 તથા આર્જેન્ટીમાં 61293 કેસ નોંધાયા હતા.
ભારતમાં સાત દિવસ દરમ્યાન કોરોનાના 1550 કેસ નોંધાયા છે જયારે 11 લોકોના મોત થયા છે. રશિયામાં 37804 કેસ હતા. ચીનમાં સતાવાર સંખ્યા 37149ની જણાવવામાં આવી છે.