– ત્રણ માસમાં સૌથી વધુ સબ વેરીએન્ટ
– ઓમિક્રોને 540 વખત સ્વરૂપ બદલ્યું
- Advertisement -
ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોના વાયરસે તેની દહેશત ફેલાવવાનો પ્રારંભ કરી દીધો છે અને 2019માં ચીનથી પ્રારંભ થયેલા આ ઘાતક વાયરસનું સ્વરૂપ સતત બદલાતું રહે છે અને અત્યાર સુધીમાં વિશ્ર્વમાં કોરોનાના 18000થી વધુ વખત આ વાયરસમાં પરિવર્તન આવ્યું હોવાનું નોંધાયું છે. હાલમાં જ એક તબીબી સંસ્થાન ‘ઈન્સાકોગ’ ની એક રિપોર્ટ જાહેર થયો છે. કોરોનાના અલગ અલગ વેરીએન્ટ તથા તેના પ્રભાવ પર પ્રકાશ પાડતા આ રીપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય દર્દીઓમાં વાયરસના વિવિધ સ્વરૂપોનું બહું ઝડપથી મિકસીંગ થઈ રહ્યું છે. દેશના વિવિધ રાજયોમાં જે કોરોનાના સેમ્પલના જીનોમ સિકવન્સ કરવામાં આવ્યા હતા તેમાં માહિતી ઉપલબ્ધ થઈ કે છેલ્લા ત્રણ માસમાં દેશમાં એકથી વધુ વેરીએન્ટ જોવા મળ્યા હતા જેના કારણે જ મીશ્રીત વેરીએન્ટ તથા તેનાથી ઉત્પન્ન થયેલા સબ વેરીએન્ટ 7.5% થી વધીને 58% સુધી પહોંચી ગયા છે.
એટલું જ નહી પરંતુ 2021માં કોરોનાની લહેરમાં જેટલા પણ વેરીએન્ટ મળ્યા હતા તે તમામ હવે ભારતીય દર્દીઓમાં જોવા મળતા નથી. 2020માં કોરોનાના આલ્ફા, બાદમાં બીટા અને 2021માં ડેલ્ટા, ગોમા, કપ્પા જેવા વેરીએન્ટ આવ્યા હતા તે પણ ગાયબ થયા છે પણ આશ્ર્ચર્ય એ છે કે જૂના વેરીએન્ટ જે ગાયબ થયા છે અથવા અસરવિહીન થયા છે તેની સામે નવા મિશ્ર વેરીએન્ટ ડબલ કે ટ્રીપલ મ્યુટેશન સાથે સામે આવી રહ્યા છે જે એક પડકાર પણ બની શકે છે અને હવે ડિસેમ્બરમાં જે વેરીએન્ટ જોવા મળે છે તે રીકોમ્બીનેટ છે.
ઓમીક્રોન જે 2021માં અંત સમયે આવ્યો હતો તેના 540 વખત સ્વરૂપ બદલાયું છે. 2022માં પુરી દુનિયામાં ઓમીક્રોનના સબ-વેરીએન્ટ જ જોવા મળ્યા હતા અને તેના કુલ 61 સબ વેરીએન્ટ જોવા મળ્યા છે અને તેથી જ જીનોમ સિકવન્સ માટે આગ્રહ થઈ રહ્યો છે. ભારતમાં હવે જે બીએફ-7 વેરીએન્ટથી સંક્રમણ પ્રસરવાનો ખતરો છે તેમાં પણ અસર ખૂબ જ ઓછી હશે. કારણ કે દેશમાં વ્યાપક વેકસીનેશન થયું છે. જો કે આ નવો વેરીએન્ટ વધુ ઝડપી રીતે સંક્રમીત કરનારો છે તેથી જે વેકસીનેટેડ ને પણ સંક્રમીત કરી શકે છે અને તેથી જ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
- Advertisement -