છેલ્લાં ત્રણ દિવસમાં દેશમાં કોરોનાનાં રોજના કેસમાં 350નો વધારો
દેશમાં મૃત્યુઆંકમાં પણ આવ્યો મોટો ઉછાળો
દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 4,30,14,687 થઈ ગઈ
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 31 માર્ચથી કોરોનાને લઈને જાહેર કરાયેલા તમામ પ્રતિબંધોને નાબૂદ કર્યા છે. જો કે, માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. પરંતુ દેશમાં છેલ્લાં કેટલાંક દિવસોના કોરોનાનાં આંકડાઓ પર જો નજર કરીએ તો દેશમાં ધીરે-ધીરે કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, છેલ્લાં ત્રણ દિવસમાં રોજના કેસમાં 350નો વધારો થયો છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 24 માર્ચે 1938 નવા કેસ નોંધાયા છે. તો 23મી માર્ચે 1778 નવા કેસ નોંધાયા હતાં. 21 માર્ચે સૌથી ઓછાં નવા કેસ નોંધાયા હતાં. આ દિવસે 1549 કેસની પુષ્ટિ થઈ હતી. તો 22મી માર્ચે નવા 1581 કેસો આવ્યાં હતાં જ્યારે 20 માર્ચે 1761 નવા કેસની પુષ્ટિ થઈ હતી.
- Advertisement -
કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે એટલું જ નહીં પરંતુ મૃત્યુઆંકમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, 20 માર્ચે કોરોનાથી 127 દર્દીઓના મોત થયા હતાં. તો ત્યાર બાદ બે દિવસ સુધી દરરોજ 33-33 દર્દીઓના મોત થયાં છે.
આ પણ વાંચો- ગુજરાતમાં એર એમ્બ્યુલન્સની સેવા શરૂ: મેડિકલ સંસાધનોથી સજ્જ
https://khaskhabarrajkot.com/2022/03/23/commencement-of-air-ambulance-service-in-gujarat-equipped-with-medical-resources/