-સપ્તાહ દરમ્યાન વધુ 11 રાજયોમાં કોરોના પ્રસર્યો
ભારતમાં કોરોનાની રફતાર વેગ પકડવા લાગી છે અને અઠવાડીક કેસોની સંખ્યામાં 22 ટકાની વૃધ્ધિ થતા સરકારનું ટેન્શન વધવા લાગ્યુ છે. સતાવાર રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં 24 થી 30 ડીસેમ્બરનાં સપ્તાહમાં કોરોનાના 4652 કેસ નોંધાયા હતા. જે સંખ્યા આગલા સપ્તાહમાં 3818 ની હતી. સપ્તાહમાં 29 મોત નોંધાયા હતા 30મીના કેસનો 841 નો આંકડો છેલ્લા સાત મહિનાનો સૌથી વધુ હતો. સપ્તાહ દરમ્યાન કેરળમાં સૌથી વધુ 2282 કેસ નોંધાયા હતા.
- Advertisement -
રાહતની વાત એ હતી કે રાજયમાં કોરોનાના કેસ આગલા સપ્તાહ કરતા 24 ટકા ઓછા હતા. રાજયમાં કોરોના પીક તબકકે પહોંચી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કેરળમાં કોરોનાના નવા કેસોમાં ઘટાડાની સામે કર્ણાટક-મહારાષ્ટ્ર જેવા અન્ય રાજયોમાં સંખ્યા વધી છે. સપ્તાહ દરમ્યાન કર્ણાટકમાં 922 કેસ નોંધાયા હતા જે આગલા અઠવાડીયાનાં 309 કરતા ત્રણ ગણા વધુ હતા. મહારાષ્ટ્રમાં આગલા સપ્તાહના 103 કેસોની સામે ગત સપ્તાહમાં 620 થયા હતા.
ગત સપ્તાહમાં દેશના કુલ 20 રાજયો કેન્દ્ર શાસીત પ્રદેશોમાં કોરોના કેસ નોંધાયા આજે આંકડો આગલા અઠવાડીયામાં 9 નો હતો તેનો અર્થ એવો થાય છે કે નવો વાઈરસ દેશભરમાં પ્રસરી રહ્યો છે.જોકે આરોગ્ય નિષ્ણાંતોએ નવા સંક્રમણથી ગભરાવાને બદલે સાવચેતી રાખવાની સલાહ આપી જ છે.
- Advertisement -
મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસ વધીને 131 થયા હતા. 2023 ના આખા વર્ષ દરમ્યાન રાજયમાં કોરોના મોત 137 નોંધાયા છે.પાટનગર દિલ્હીમાં દૈનિક કેસ 10 નોંધાયા હતા. ઓડીશામાં નવા કેસ નોંધાતા રાજય સરકાર એલર્ટ બની છે. દરમ્યાન બિહારમાં કોરોનાથી 10 વર્ષની બાળકીનું મોત નીપજયુ હતું રાજય સરકાર સતર્ક બની હતી.