ઓડિશાની શાળાઓમાં માસ્ક ફરજિયાત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં કોરોનાવાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 20 દિવસમાં કેસોની સંખ્યામાં 58 ગણો વધારો થયો છે. 16 મેના રોજ દેશભરમાં કોવિડના 93 એક્ટિવ કેસ હતા, જેની સંખ્યા હવે 5364 પર પહોંચી ગઈ છે.
- Advertisement -
કોરોના 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 500 નવા કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 1679 કેસ છે. આ પછી ગુજરાતમાં 615, પશ્ચિમ બંગાળમાં 596, દિલ્હીમાં 592 અને મહારાષ્ટ્રમાં 548 એક્ટિવ કેસ છે.
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટથી 55નાં મોત થયા છે. આમાંથી 15 દિવસમાં 53 મૃત્યુ થયા છે. ગુરુવારે, દિલ્હીમાં કોવિડથી વધુ બે મૃત્યુ નોંધાયા છે. જેમાં પાંચ મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, કેરળમાં 2, કર્ણાટક અને પંજાબમાં 1-1 મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
કોવિડ માર્ગદર્શિકા હેઠળ ઉનાળાની રજાઓ પછી ઓડિશામાં શાળાઓ ખોલવામાં આવી છે. શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડે જણાવ્યું હતું કે જે બાળકોને શરદી, ઉધરસ અથવા તાવ જેવા હળવા લક્ષણો હોય તેમણે શાળામાં માસ્ક પહેરવા ફરજિયાત છે. ગંભીર લક્ષણો ધરાવતા બાળકોને ઘરે રહેવા અને પોતાને અલગ રાખવાની સલાહ આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે ગુરુવારે દેશભરના રાજ્યોમાં પસંદગીની હોસ્પિટલોમાં મોકડ્રિલ યોજી હતી. આ દરમિયાન આ હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય, આવશ્યક દવાઓની સ્થિતિ અને વેન્ટિલેટરની વ્યવસ્થાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમાંથી તૈયાર કરાયેલ રિપોર્ટ કોરોનાની ચોથી લહેરની સ્થિતિમાં હોસ્પિટલોની તૈયારી પર રેટિંગ આપશે.
અગાઉ, 2 જૂનના રોજ પ્રારંભિક મોકડ્રિલ હાથ ધરવામાં આવી હતી. આમાં હોસ્પિટલોને આરોગ્યસંભાળ માળખાની ઉપલબ્ધતા માટે રેટિંગ આપવામાં આવ્યું હતું. આમાં પ્રવાહી તબીબી ઓક્સિજન ટાંકી, પ્રેશર સ્વિંગ શોષણ પ્લાન્ટ અને તબીબી ગેસ પાઇપલાઇન સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં 10 વર્ષના બાળક સહિત 9ને કોરોના: રાજ્યમાં 615 કેસ એક્ટિવ
- Advertisement -
ક્ષ 600 દર્દી હોમ આઇસોલેશન હેઠળ; હાલનો વાઇરસ ઓમિક્રોનના પેટાટાઇપ વેરિયન્ટ હોવાનો દાવો
રાજકોટમાં આજે(6 જૂન) કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે, સામે 7 દર્દી સાજા થયા છે. એમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 77 થઈ છે.
આજના 7 મળીને કુલ 32 દર્દી સાજા થયા છે. હાલ સિવિલમાં 3 અને હોમ આઇસોલેશનમાં 42 મળી કુલ 45 દર્દી સારવારમાં છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી ઝડપી કરાઈ છે. નવા કેસોની સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, ગઇકાલે (5 જૂન, 2025) આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા 167 કેસ નોંધાયા.
અત્યારસુધી કુલ 615 કેસ નોંધાયા, જેમાં 600 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે તો 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આજે 60 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. હાલનો વાઇરસ ઓમિક્રોનના પેટાટાઈપ વેરિયન્ટ કઋ. 7.9 અને XFG Recombinant હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હાલ રાજકોટમાં કુલ 45 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. તેમાંથી 3 દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 42 દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને પણ તબીબી સલાહ અને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
આજે જે 9 નવા કેસ નોંધાયા છે એમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે, જે ચિંતાનો વિષય છે. નવા નોંધાયેલા કેસોમાંથી 3 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.
આ દર્દીઓ અમદાવાદ, સુરત અને દિલ્હીથી રાજકોટ આવ્યા હતા. આ શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા બહારથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને તેમનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.