રિટેલ મોંઘવારી દર ડિસેમ્બરમાં વધીને 3 મહિનાના ઉચ્ચસ્તરે પહોંચી, 1.33 ટકા વધ્યો
કેરળમાં સૌથી વધુ 9.49 ટકા મોંઘવારી દર નોંધાયો ત્યારબાદ કર્ણાટક – 2.99 ટકા, આંધ્ર પ્રદેશ 2.71 ટકા નોંધાયો : શાકભાજી, ઇંડા, માછલી, દાળ, મસાલાના દામ ઝડપથી વધ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
રિટેલ મોંઘવારી 2025માં સ્પષ્ટ રીતે વધી ગઇ છે. ડિસેમ્બરમાં વધીને 3 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી છે. એટલે કે 1.33 ટકા વધી છે. કોર મોંઘવારી 28 મહિનામાં સૌથી વધુ 4.8 ટકા વધી છે અને ન્યુઝીલેન્ડમાં આંખોમાં પાણી લાવી શકે છે.
ગત મહિના દરમિયાન રીટેલ મોંઘવારી દરમાં વધારો નોંધાયો છે, જે વધીને 1.33 ટકા રહ્યો છે. આ પહેલા નવેમ્બરમાં સીપીબાઇ 0.71 ટકા હતો, જ્યારે ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર 2.71 ટકા નોંધાયો છે, જે નવેમ્બરમાં 3.91 પ્રતીત હતો.
આંકડાથી જાણવા મળ્યું છે કે, શાકભાજી, માછલી-માંસ, ઇંડા, દાળ, મસાલા અને વ્યક્તિગત સાર સંભાળની કિંમતોમાં વધારાના કારણે કુલ સ્તર પર મોંઘવારી દરમાં વધારો થયો છે.
સોમવારે રાષ્ટ્રીય આંકડા કાર્યાલય તરફથી જાહેર આંકડાથી જાણવા મળ્યું છે કે, નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં મોંઘવારી દરમાં 0.62 આંકડાનો વધારો થયો છે. પરંતુ ત્યારબાદ પણ મોંઘવારી દર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના અનુમાનથી ઓછો રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં આરબીઆઇએ મોંઘવારી દર 3.9 ટકા રહેવાનું અનુમાન વ્યકત કર્યું હતું.
ગત મહિને ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર વધીને 0.78 ટકા રહ્યો, જે નવેમ્બરમાં 0.10 ટકા હતો, જ્યારે શહેરી ક્ષેત્રોમાં મોંઘવારી દર વધીને 2.03 ટકા પહોંચી ગયો, જે તેના પહેલાના મહિને 1.40 ટકા હતો.
આ સમયગાળામાં અનેક ક્ષેત્રો સાથે જોડાયેલા મોંઘવારી દરમાં નરમી પણ જોવા મળી છે. જેમ કે મકાન (હાઉસીંગ)ની મોંઘવારી 2.86 ટકા રહી છે જે એક મહિના પહેલા 2.96 ટકા હતી. શિક્ષણ મોંઘવારી 3.38 ટકાથી ઘટીને 3.32 ટકા રહી છે.
જ્યારે સ્વાસ્થ્ય મોંઘવારી 3.60 ટકાથી ઘટીને 3.43 ટકા રહી છે. ઇંધણ અને વીજળીનો મોંઘવારી દર 1.97 ટકા રહ્યો છે. જે નવેમ્બરમાં 2.32 ટકા રહ્યો હતો. જ્યારે પરિવહન અને સંચાર ક્ષેત્રની મોંઘવારી 0.88 ટકાથી ઘટીને 0.76 ટકા રહ્યો.
મોંઘવારીનો દર સૌથી વધુ નોંધાયો
- Advertisement -
રાજ્યોની દ્રષ્ટિએ જોવામાં આવે તો કેરળમાં સૌથી વધુ મોંઘવારી છે, જ્યાં સરેરાશ મોંઘવારી 9.49 ટકા રહ્યો છે. ત્યારબાદ કર્ણાટકનો નંબર આવે છે. જ્યાં મોંઘવારી દર 2.99 ટકા નોંધાયો છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશ (2.71 ટકા), તમિલનાડુ (2.67 ટકા) અને જમ્મુ-કાશ્મીર (2.56 ટકા) રહ્યો છે.



