– બાયોલોજીકલ-ઈ દ્વારા વિકસીત આ બુસ્ટર ડોઝ આપવા ભલામણ
કોરોના રસીકરણ પર રચાયેલી સરકારી સમિતિએ કોવિશીલ્ડ કે કોવેકિસન રસીના બન્ને ડોઝ લઈ ચુકેલા લોકોને બુસ્ટર ડોઝ તરીકે બાયોલોજીકલ-ઈ દ્વારા વિકસીત-ઈ દ્વારા વિકસીત કાર્બોવેકસ રસી આપવાની ભલામણ કરી છે. અધિકૃત સુત્રોના જણાવ્યા મુજબ સરકાર જો આ ભલામણને લીલીઝંડી આપી દે છે તો દેશમાં એ પહેલીવાર ઘટના બનશે, જયારે જે રસી અપાઈ છે એથી અલગ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
- Advertisement -
સુત્રોના જણાવ્યા અનુસાર રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનીક સલાહકાર સમુહ (એનટીએજીઆઈ)ના કોવીડ-19 વર્કીંગ ગ્રુપે 20 જુલાઈએ થયેલી 48 મી બેઠકમાં આ ભલામણ કરી હતી. ભલામણમાં કહેવામાં આવ્યું હતું કે 18 વર્ષથી વધુ વયની વસ્તી કે જેણે પ્રથમ અને બીજા ડોઝ તરીકે કોવેકિસન કે કોવિશીલ્ડ રસી લીધી ચે અને 6 મહિનાનો સમયગાળો પુરો થઈ ગયો છે તેમને કોર્બોવેકસ બુસ્ટર ડોઝ તરીકે આપવા પર વિચાર થઈ શકે છે.
ભારતની પ્રથમ સ્વદેશી આરબીટી પ્રોટીન સબયુનિટ રસી કોર્બોવેકસનો ઉપયોગ હાલમાં દેશમાં 12 થી 14 વર્ષની વયના બાળકોને રસીકરણમાં થાય છે.18 થી 80 વર્ષની વયના કોરોના નેગેટીવ એવા લોકો કે જેમણે પ્રથમ બે ડોઝ કોવિશિલ્ડ કે કોવેકિસન લીધી હતી તેમને કોર્બોવેકસનો બુસ્ટર ડોઝ આપ્યા બાદ તેમની ઈમ્યુનીટી-પ્રતિરોધ ક્ષમતા પર થનારી અસરનું આકલન કરવામાં આવ્યું હતું.