રાજકોટમાં 11.5, ડિસામાં 10.8, ભુજમાં 12.4, પોરબંદરમાં 12.6 ડિગ્રી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિતલહેરો વચ્ચે આજે પણ ઠંડક યથાવત રહી હતી. રોજની જેમ આજે પણ 8.6 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ રહેવા પામ્યુ હતું. આ ઉપરાંત રાજકોટમાં 11.5 અને ડિસામાં 10.8 ડિગ્રી સાથે તિવ્રઠંડી અનુભવાઈ હતી.
- Advertisement -
જયારે આજે સવારે અમદાવાદ ખાતે 15.1, અમરેલીમાં 15.2, ભુજમાં 12.4, દમણમાં 17.6, દિવમાં 16.9, દ્વારકામાં 16.3, ગાંધીનગરમાં 13.2, કંડલામાં 14.2, પોરબંદરમાં 12.6, તથા વેરાવળ ખાતે 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઉપરાંત જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં ફાટી એકવાર લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રી નોંધાતા અને સુસવાટા મારતા 9.1 કિમિ ઝડપવારા પવન ફૂંકાતા શહેરીજનો ધ્રુજી ઉઠ્યા હતા.અને ટાઢોડાથી લોકો ગરમ વસ્ત્રોમાં ધબુરાયા હતાં
કલેકટર કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મહતમ તાપમાનનો પારો સતત બીજા દિવસે પણ 26.5 ડિગ્રી રહ્યો હતો. તો ઠડા તેજગતિના પવનની ઝડપ 9.1 કિમિ રહી હતી.તો શહેરના વતાવરણમાં ભેજનું પ્રમાણ 4 ટકા ધટીને 54 ટકા નોંધાયું હતું. ઠડા બર્ફીલા પવનના કારણે ઠડીમાં વધારો થયો હતો.લગ્નગાળાની સીઝનમાં ઠડીની અસર જોવા મળી હતી.