લીમડીમાં સ્કૂલની ફી વસૂલવાના નિર્ણયને લઈને વિવાદ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્યના સર્જરી સ્કૂલ કરતા ખાનગી સ્કૂલક્ષી મહત્વ વધુ રહ્યું છે. ત્યારે દરેક પરિવારો પણ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરવા માટેનો આગ્રહ રાખતા હોય છે પરંતુ ખાનગી સ્કૂલ દ્વારા દર મહિને બાળક દીઠ મોટો તગડો ભાવ પણ વસુલતા હોય છે આ સાથે જે પ્રકારે ખાનગી સ્કૂલ નિર્ણય લઈ રહી છે તેમાં કેટલાક અંગે સરકારના શિક્ષણ વિભાગે પણ લપડાક લગાવવી જરૂરી છે તેવામાં લીંબડી ખાતે આવેલી સેન્ટ થોમસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના પરિવારજનો દ્વારા ફી નહીં ભરી હોવાથી શાળા સંચાલક દ્વારા આ વિધાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવાની ધમકી આપવામાં આવી છે. સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં આ પ્રકારનો મેસેગ ફરતો થયો છે જેમાં “સ્કૂલ ફી નહીં તો પરીક્ષા નહીં” તેવી ચોખ્ખી ગર્ભિત ધમકી આપતા ફસીહ સંચાલકો દ્વારા ફીના વાંકે બાળકોનું ભવિષ્ય બગાડવા તરફ જઈ રહ્યા છે. બાળકોના વાલી દ્વારા વિરોધ કરી સ્કૂલ સામે રોષ વ્યક્ત કરાયો છે પરંતુ શિક્ષણ ક્ષેત્રે ખાનગી સ્કૂલ દ્વારા માત્ર ફી નહીં ભરવાના વાંકે બાળકોના ભવિષ્યને અંધકારમાં નાખે તે કેટલા અંગે વ્યાજબી માની શકાય ? જોકે હાલ તો આ આખોય મામલો જિલ્લા શિક્ષણ વિભાગ પાસે પહોચતા તપાસ હાથ ધરતા વિધાર્થીઓના વાલી દ્વારા સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.