માથાકુટ થતાં બંને સભ્યોએ સામસામે કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
- Advertisement -
દસાડા તાલુકાના આંબળા ગામે ખેતરના શેઢે વરસાદી પાણીના નિકાલ માટેની ગટર બાબતે શેઢા પડોશી વચ્ચે માથાકુટ સર્જાઈ હતી જે માથાકૂટમાં બંને સભ્યોએ સામસામે કુલ ચાર ઈશાની વિરુધ ગુન્હો પણ નોંધાવ્યો હતો આ અંગે કીર્તિસિહ છત્રસિંહ ઝાલા દ્વારા પોતાના ખેતરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે નીકળતી ગટરના બુરાણ અર્થે મહાવીરસિંહ રણજીતસિંહ ઝાલા દ્વારા કીર્તિસિહ ઝાલા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ તરફ મહાવીરસિંહ રણજીતસિંહ ઝાલા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું બુરાણ કર્યું હોય જે અંગેનું મનદુ:ખ રાખી કીર્તિસિહ છત્રસિંહ ઝાલા, રવિનસિંહ છત્રસિંહ ઝાલા તથા અરેન્દ્રસિંહ રામભા ઝાલા દ્વારા મહાવીરસિંહ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સભ્યોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.