હાઈ સિક્યોરિટી ઝોનમા નમાઝ અદા કરતા લોકોનો વિડીયો વાયરલ, ભાજપ ભડક્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ખુલ્લામાં નમાઝ અદા કરતા જોવા મળે છે. આ વીડિયોએ મોટો વિવાદ ઉભો કર્યો છે. વિપક્ષી પાર્ટીઓએ રાજ્ય સરકાર પર ધાર્મિક પ્રવૃત્તિઓ અંગે બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.
- Advertisement -
અહેવાલ મુજબ, વીડિયોમાં નમાઝ અદા કરતા જોવા મળતા લોકો મક્કા જતા મુસાફરોના સંબંધીઓ હોવાનું માનવામાં આવે છે. એરપોર્ટ પરિસરમાં પહેલેથી જ એક નિયુક્ત નમાઝ રૂમ હોવા છતાં તેઓએ જાહેર જગ્યામાં નમાઝ અદા કરી. વાયરલ વીડિયોમાં એરપોર્ટ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ પણ નજીકમાં દેખાય છે.



