ચાલુ પત્રકાર પરિષદમાં ઇજિપ્તના નેતાને મેક્સિકોના રાષ્ટ્રપતિ બનાવી દીધા, ગાઝા પ્રશ્ને હમાસનું નામ ભૂલી ગયા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની યાદશક્તિને લઈને વિવાદ વકરી રહ્યો છે. ખુદ બાઇડને યાદશક્તિના આરોપોને ફગાવવા માટે પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ગાઝાના પ્રશ્નને લઈને હમાસનું નામ ભૂલી ગયા હતા. ત્યાર પછી ઈજીપ્તના નેતા અબ્દેલ ફતહ અલ-સિસીને મેક્સિકોના રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા.
- Advertisement -
બે દિવસ પહેલાં સામે આવેલા એક ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટમાં બાઈડનને “સારા ઈરાદા અને કમજોર યાદશક્તિવાળા વૃદ્ધ’ ગણાવવામાં આવ્યા છે. ત્યાર પછી હવે અમેરિકામાં બાઈડનના યાદશક્તિ ટેસ્ટની માંગ જોર પકડી રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પછી કેટલાક નિષ્ણાંતોએ વ્હાઈટ હાઉસ સમક્ષ આ ટેસ્ટ કરાવવાની માંગ કરી છે.નિષ્ણાતોએ દાવો કર્યો કે, આ ટેસ્ટ પાસ કર્યા પછી જ બાઇડન આ મહત્વના પદ(રાષ્ટ્રપતિ) ૫૨ ટકી રહેવા માટે ખુદને માનસિક રીતે સ્વસ્થ સાબિત કરી શકશે. આ પહેલા, ટ્રમ્પ 2018માં આ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ડિમેન્શિયા ટેસ્ટ આપી ચૂક્યા છે. 1996માં પહેલીવાર કેનેડામાં શરુ થયેલા મોન્ટ્રિયલ કોગ્નિટિવ એસસમેન્ટ(એમઓસીએ) આખા વિશ્વમાં ડિમેન્શિયાની ઓળખ માટે સૌથી ભરોસાપાત્ર ટેસ્ટ તરીકે ઊભરી આવ્યો છે.
યાદશક્તિના દસ મિનિટના આ ટેસ્ટમાં ઊંટ, સિંહ અને ગેંડા જેવા પ્રાણીઓની ઓળખ કરવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત, ઘડિયાળ દોરવી, 1થી 5 સુધી એકડા અને એ થી ઈ સુધીની એબીસીડીના અક્ષર વાંચવાનું કહેવામાં આવે છે. આ રીતે કેટલાંય પ્રકારની ચકાસણી કરવામાં આવે છે. એમાં 26થી ઉપરનો સ્કોર સામાન્ય માનવામાં આવે છે. ટ્રમ્પને આ ટેસ્ટમાં પૂરા 30નો સ્કોર મળ્યો હતો.