મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારી નતાશા શર્માએ ગુજરાતના ખેલાડીઓને લઇને કરેલા ટ્વિટ બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
કોંગ્રેસ નેતા નતાશા શર્માના વિવાદિત ટ્વિટ પર રમતગમત મંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતો જવાબ આપતા ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આવું પહેલીવાર નથી થયું કે કોંગ્રેસે દેશ કે ગુજરાતની નિંદા કરી હોય. વિભાજનની ગંદી રાજનીતિ તમારા લોહીમાં છે. અખંડ રાષ્ટ્રનો વિચાર અમારી નસોમાં છે. આખરે કોંગ્રેસ ગુજરાત માટે આટલી નફરત ક્યાંથી લાવો છો. અહીં ફરી એકવાર તેમનું પાત્ર ગુજરાતની જનતા સમક્ષ આવ્યું છે! ખેલાડીઓનું અપમાન કરવાનું બંધ કરો. ગુજરાતના ખેલાડીઓએ #CommonwealthGames માં 5 મેડલ જીત્યા છે. ભારતે 61 મેડલ સાથે વિશ્વમાં ટોચના 5માં સ્થાન આપ્યું છે.
तब इस प्रकार के अपमान जनक शब्दों से खेल के क्षेत्र में देश को तोड़ना बेहद निंदनीय है।
जब सत्ता में थे तब और आज भी कांग्रेस देश को तोड़ने का काम ही कर रही है।
- Advertisement -
— Harsh Sanghavi (@sanghaviharsh) August 10, 2022
સંઘવીએ વધુ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘કોંગ્રેસની આ માનસિકતા માટે તેઓએ ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓની માફી માંગવી જોઇએ. આ પ્રકારના અપમાનજક શબ્દોથી રમતગમતના ક્ષેત્રમાં દેશને તોડવો એ ખૂબ જ નીંદનિય છે. જ્યારે સત્તામાં હતા ત્યારે અને આજે પણ કોંગ્રેસ દેશને તોડવાનું જ કામ કરી રહી છે.’
यह कोई पहली बार नही जब कांग्रेस ने देश या गुजरात की निंदा की हो।
बँटवारे की गंदी राजनीति आपके खून में है और अखंड राष्ट्र की कल्पना हमारे रग रग में हैं ।
आखिर इतनी नफरत गुजरात के लिए कांग्रेस लाती कहा से है। यहीं इनका चरित्र है जो आज एक बार फिर गुजरात की जनता के समाने आया है!
— Harsh Sanghavi (@sanghaviharsh) August 10, 2022
વધુમાં સંઘવીએ ટ્વિટ કરીને એમ પણ કહ્યું કે, ‘દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીને આવનારા 25 વર્ષને સુવર્ણ બનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ “ટીમ સ્પિરિટ” સાથે આપણા મહાન દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.’
देश आजादी के 75 वर्ष मना रहा है, एक जुट होकर आजादी का अमृत महोत्सव मनाते हुए आने वाले 25 वर्षों को स्वर्णिम बनाने के लिए प्रयास कर रहा है।
टीम इंडिया के खिलाड़ी एक "टीम स्पीरीट" के साथ हमारे महान देश भारत को रिप्रजेंट करतें हैं । @Nattashasharrma pic.twitter.com/sKWWN43UgT
— Harsh Sanghavi (@sanghaviharsh) August 10, 2022
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા નતાશા શર્માએ ખેલજગતના ખેલાડીઓનું અપમાન કરતા ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘કોઇ ગુજરાત સે ભી ગોલ્ડ મેડલ લાયા હૈ ખેલો મે, યા ફિર બેંક લૂંટકર ભાગને મેં હી ગોલ્ડ મેડાલિસ્ટ હૈ’. જો કે આ ટ્વિટ બાદ લોકોએ તેઓને ટ્રોલ કરવાના શરુ કર્યા હતા. સોશિયલ મીડિયા લોકો ખાસ કરીને ગુજરાતીઓ તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી સણસણતો જવાબ આપી રહ્યાં છે. સાથે લોકોએ નતાશાના જ્ઞાનને લઈને પણ સવાલો ઊભા કર્યા હતા. લોકો હવે નતાશાને ન્યૂઝ પેપર વાંચી અપડેટ રહેવા માટે સલાહ આપી હતી.
જો કે, બાદમાં લોકોએ નતાશાને બરાબરનો જવાબ આપતા સોશિયલ મીડિયા પર ઉધડો લેતા તેમણે ટ્વિટ હટાવી દીધું હતું અને બાદમાં લોકો પાસે માફી પણ માંગી હતી.