દિલ્હીની જવાહર નેહરૂ વિશ્વવિદ્યાલય એટલે કે JNU ના કુલપતિ શાંતિશ્રી ધુલપુડીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. શાંતિશ્રીએ હિંદુ દેવી-દેવતાને લઇને એક વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું કે, ભગવાન શિવ એસસી અને એસટી જાતિના છે. દેશમાં જાતિ સંબંધી હિંસાની વચ્ચે આ રીતનું વિવાદિત નિવેદન આપીને તેમણે નવી ચર્ચા ઉભી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, મનુષ્ય જાતિના વિજ્ઞાન મુજબ દેવતા ઉચ્ચ જાતિના નથી. આ વાતનો ઉલ્લેખ ડો. આંબેડકર વ્યાખ્યાયન શ્રેણીમાં ડો.બી.આર આંબેડકરના વિચાર જેન્ડર જસ્ટિસ ડિકોડિંગ ધી યુનિફોર્મ સિવિલ કોડમાં વ્યાખ્યાયનમાં જોવા મળે છે. મનુસ્મૃતિમાં મહિલાઓને શુદ્રનો દરરજો આપવામાં આવ્યો છે. હું બધી મહિલાઓને જણાવી દઉં કે મનુસ્મૃતિ અનુસાર બધી જ મહિલાઓ શુદ્ર છે. એવામાં કોઇ પણ મહિલા એવો દાવો ના કરે કે તેઓ બ્રાહ્મણ છે કે ઉચ્ચ જાતિના છે. મહિલાઓને જાતિ તેમના પિતા કે પતિ દ્વારા મળે છે. આ દરમ્યાન તેમણે 9 વર્ષના દલિત બાળક સાથે થયેલી જાતિય હિંસાની વાતનો પણ ઉલ્લેખ કર્યો.
- Advertisement -
સૌથી ઉચ્ચ જ્ઞાતિ ક્ષત્રિય છે, ભગવાન શિવ તો એસસી-એસટી હોય શકે
શાંતિશ્રીએ આ બાબતે વિસ્તારથી જણાવ્યું કે, કોઇ પણ દેવતા બ્રાહ્મણ નથી, સૌથી ઉંચી જ્ઞાતિ ક્ષત્રિય છે. ભગવાન શિવ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાંથી હોય શકે છે. કારણકે તેઓ એક સાપ સાથે સ્મશાનમાં બેસે છે અને તેમની પાસે પહેરવા માટે પણ થોડા કપડા છે. મને લાગતું નથી કે કોઇ બ્રાહ્મણ સ્મશાનમાં બેસી શકે છે.
ભગવાન જગન્નાથને આદિવાસી કહ્યા
જેએનયૂના કુલપતિએ જગન્નાથ ભગવાન વિશે કહ્યું કે, લક્ષ્મી, શક્તિ કે ખૂદ ભગવાન જગન્નાથ પણ ઉચ્ચ જ્ઞાતિના નથી. વાસ્તવમાં તેઓ મૂળ આદિવાસી છે. તો આપણે બધા કેમ આ ભેદભાવને ચાલુ રાખીએ છિએ, જે અમાનવીય વર્તન છે. આ બહુ મહત્વપૂર્ણ છે કે, આપણે બાબ સાહેબના વિચારો પર ફરીથી વિચારી રહ્યા છીએ. આપણે અહિંયા આધુનિક ભારતના કોઇ નેતા નથી, કે તેઓ જેટલા મહાન વિચારક હોય.