છતીસગઢ રાયપુરના અમિત બઘેલ સામે કાર્યવાહીની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
છતીસગઢ રાયપુરના જેસીપી અઘ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ સાંઈ અને સિંધી સમાજ પર કરેલ વાણિવિલાસનો જૂનાગઢ સમસ્ત સિંધી સમાજ દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરી અને જૂનાગઢ કલેકટર ને આવેદન પત્ર પાઠવવમાં આવ્યું હતું.
- Advertisement -
સમસ્ત સિંધી સમાજે તાત્કાલિક ધોરણે તેના પર કાર્યવાહી કરીને અમિત બઘેલને સજા કરાવે જેથી ભવિષ્યમાં બીજી વખત કોઈ પણ વ્યક્તિ દ્વારા સિંધી સમાજ અને અન્ય સમાજોની પણ લાગણી દુભાય તેવો વાણી વિલાસ ન કરે તેવી ખાતરી લેવામાં આવી. આ આવેદન પત્રમાં સિન્ધુ વેલ્ફેર ફાઉન્ડેશન, અંબિકા નગર સિંધી જનરલ પંચાયત, લાડી લોહાણા સિંધી પંચાયત, શ્રી ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ, ઝુલેલાલ ચોક યુવક મંડળ, ભાનુશાળી સમાજ સેવા ટ્રસ્ટ, શ્રી ઝુલેલાલ સેવા ટ્રસ્ટ, સમસ્ત સિંધી યુવા સેના, સ્વામી સર્વાનંદ સિન્ધુ એજ્યુકેશન ટ્રસ્ટ, મોહન નગર યુવક મંડળ, શ્રી સિન્ધુ કો. ઓ. હાઉસિંગ સોસાયટી લી.,પૂજ્ય ગુરુ શ્રી સુખરામદાસ સાહેબ મસંદ ટ્રસ્ટ, કલોથ એન્ડ રેડિમેઈડ એસોસિએશન અને સદાશિવ ફાઉન્ડેશન સાથે રહી તમામ સંસ્થા ના હોદેદારો અને સમસ્ત સિંધી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.



