ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા લેવાયો વિવાદિત નિર્ણય
ડાકોર મંદિરમાં VIP દર્શનની શરૂ આત
- Advertisement -
મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવા પુરુષો માટે રૂ.500 અને મહિલાઓ માટે રૂ.250 ચાર્જ: 12 વર્ષથી નાના બાળકો માટે કોઈ ચાર્જ નહીં
ખાસ-ખબર સંવાદદાતા
ડાકોરમાં રણછોડરાયના દર્શનને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે રણછોડરાયના દર્શન કરવા માટે પૈસા ચૂકવવા પડશે. વિગતો મુજબ ભગવાન રણછોડરાયના નજીકથી દર્શન કરવા રૂ.500 ચૂકવવા પડશે. નોંધનીય છે કે, ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા આ વિવાદીત નિર્ણય લેવાયો છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હવે ટઈંઙ દર્શનનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા એક વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભક્તોએ ભગવાનના નજીકથી દર્શન કરવાં માટે પૈસા ચૂકવવા પડશે. પવિત્ર યાત્રાધામ ડાકોર મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો લ્હાવો લેવા માટે દર્શનાર્થીએ અલગ અલગ ચાર્જ ચૂકવવા પડશે. વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ વસુલાશે. આ ઉપરાંત અન્ય પ્રકારના દર્શનના પણ ચાર્જ વસૂલવામાં આવશે. ટેમ્પલ કમિટીએ કેટલાક નિર્ણયો લીધા છે. જેમાં હવેથી ડાકોર મંદિરમાં ભક્તોને વીઆઈપી દર્શનની સુવિધા આપવામાં આવશે. પ્રારંભિક તબક્કે વીઆઈપી દર્શન માટે કાઉન્ટર પર જ ચાર્જ ચૂકવી મંજૂરી મેળવી શકાશે. ભવિષ્યમાં આ માટે મંદિર દ્વારા ઓનલાઈન બુકિંગની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જાહેરાતના પ્રથમ દિવસે ગુરુવારે જ 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી ટઈંઙ દર્શન કર્યા હતા.
અન્ય ક્યા ચાર્જ ચૂકવવા પડશે?
મહિલાઓની લાઈનમાં પુરૂષોએ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. તો અન્ય કિસ્સામાં મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે લેવામાં આવશે. આ સિવાય હાલમાં નક્કી કાઉન્ટર પર ચાર્જ ભરીને વીઆઈપી દર્શન કરી શકાય છે. દર્શનાર્થીઓને ઓનલાઈન મળી રહે તેની તૈયારીઓ વિશે પણ ચર્ચા ચાલી રહી છે. હાલમાં જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તે તમામ લોકોને પોસાઈ શકે તેમ નથી. આ નિયમના કારણે જે દર્શનાર્થીઓ પૂનમ ભરવા ડાકોર મંદિરે આવે છે તેમને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
- Advertisement -



