ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમામાં લાખો પ્રવાસીઓ એસટી બસ મારફતે જૂનાગઢનો પ્રવાસ કરે છે. ત્યારે એસટી વિભાગને પરિવહનમાં પરીકરમાર્થીઓને આવન જાવનમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
જૂનાગઢ એસટી ડેપો ડિવિઝન દ્વારા ભવનાથથી બસ સ્ટેશન સુધી પચાસ મીની બસ મૂકવામાં આવશે આ ઉપરાંત 150 થી વધુ એકસ્ટ્રા બસ સૌરાષ્ટ્રમાં મૂકવામાં આવનાર છે જે અંતર્ગત ભવનાથ વિસ્તારમાં એસટી વિભાગ દ્વારા જરૂરી કંટ્રોલરૂમ અને બસનું પાર્કિંગ તેમજ મંડપ સહિતની પૂર્વ તૈયારી હાથ ધરવામાં
આવી હતી.