જિલ્લામાં જાહેર મિલકત બેનર હોર્ડિંગ પરપ્રતિ બંધ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી માટેના કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ઉક્ત ચૂંટણી 1 ડિસેમ્બર રોજ યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચના તા.02/09/1994ના હુકમથી ચૂંટણી અંગેના સાહિત્ય, ભીંતપત્ર, પેમ્ફલેટ, ચોપાનીયાનાં છાપકામ ઉપર નિયંત્રણ મુકવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના તમામ ખાનગી મુદ્વણાલયોના માલિકો, સંચાલકોને તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓને જાણ કરવામાં આવે છે કે, ચૂંટણી અંગેના કોઇપણ સાહિત્ય ચોપાનીયા, ભીતપત્ર, પેમ્ફલેટ કે આવી અન્ય સામગ્રી ઉપર મુદ્વક અને પ્રકાશનના નામ અને પુરા સરનામાની વિગતો અવશ્યપણે છાપેલ હોવા જોઇશે. ભારતના ચૂંટણીપંચના તા.02/09/1994ના હુકમની જોગવાઇ હેઠળ નિયત નમુના-ક માં એકરારનામું પ્રકાશક પાસેથી મુદ્વકે બે નકલમાં મેળવી તેની એક નકલ ઉપરમાં જણાવ્યા વિગતેના તેમણે કે તેમના પ્રતિનિધિએ મુદ્વીત કરેલ(છાપેલ દસ્તાવેજોની) ચાર નકલો સાથે નીચે સહી કરનારને દિવસ-3માં મળી જાય તે રીતે રજૂ કરવાની રહેશે. આવી મુદ્વીત સામગ્રી અને એકરાર પત્ર સાથે મુદ્વકે છાપેલા દસ્તાવેજોની નકલોની સંખ્યા અને તેના મુદ્વણ કામ અંગે થયેલ ખર્ચને લગતી માહિતી પણ નિયત નમુના-ખ મુજબ રજૂ કરવાની રહેશે.