હિમાચલ – કાશ્મીર – ઉત્તરાખંડમાં 6.7 સે.મી. બરફ વરસ્યો: સંખ્યાબંધ માર્ગો બંધ: યલો એલર્ટ
જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર હિમાલયન ક્ષેત્રોમાં ભારે હિમવર્ષાને પગલે ઉતર ભારત સહિત દેશના મેદાની ભાગોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. હિમાચલપ્રદેશમાં ઠંડીથી બે લોકોના મોત નિપજયા હતા જયારે સેંકડો પ્રવાસી ફસાતા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો.
- Advertisement -
હિમાચલ પ્રદેશમાં ઠેકઠેકાણે બરફની ચાદર સર્જાઈ હતી. આ દરમ્યાન કાર સ્લીપ થઈ જતા દિલ્હીના પ્રવાસી સહિત બે લોકોના મોત નિપજયા હતા. રાજયમાં 47 માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. કુફરી તથા લાહૌલમાં સોમવારે સાંજે ફરી હિમવર્ષા થઈ હતી. માર્ગો સ્લીપરી બન્યા હતા જેને પગલે અટલ ટનલ રોહતાંગ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી હતી. ટ્રાન્સફોર્મરોમાં પણ બરફ જામતા વિજ સમસ્યા સર્જાઈ હતી. મનાલીથી લાહૌલનો સંપર્ક કપાઈ ગયો હતો. ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા, મંડી જેવા મેદાની ભાગો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજયભરમાં તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો હતો. બીજી તરફ કાશ્મીર, હિમાચલ તથા ઉતરાખંડના પર્વતીય ભાગોમાં 6.7 મીમી હિમવર્ષા નોંધાઈ હતી. ગુલમર્ગ, સોનમર્ગ, દૂધપથરી સહિતના ભાગોમાં બરફની ચાદર પથરાયેલી હતી. શ્રીનગર-લેહ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. રાજદાનમાં બાદીપોરા-ગુરેજ તથા સાધનાટોપ પર કુપવાડા-રંગધાર માર્ગમાં પણ અવરોધ હતો. લેહમાં ન્યુનતમ તાપમાન માઈનસ 12.8 ડીગ્રી નોંધાયું હતું.
દરમ્યાન પર્વતીય રાજયોમાં હિમવર્ષાને પગલે પાટનગર દિલ્હી તથા ઉતર ભારતના રાજયોમાં ઠંડીનો પ્રકોપ સર્જાયો હતો. આવવા ત્રણ-ચાર દિવસ હજુ ઠંડીનો પ્રકોપ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
- Advertisement -