પોલિસીની શરતોનું પાલન થતું નથી તેવું જણાવી કંપનીએ ક્લેઈમ નામંજૂર કરેલો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બનાવની હકીકત એવી છે કે તા. 10-12-2022ના રોજ આ કામના ફરિયાદી કિશનભાઈ મનસુખભાઈ સાંગાણી પોતાની માલીકીની હુન્ડાઈ સાન્ટા કાર નં. જીજે01આરએફ 8001 લઈને રાજકોટથી મોટાવડાળા ગામ તરફ જતા હતા ત્યારે મેઘપર ગામથી આશરે 2 કિ.મી. પહેલા તેમજ નિકાવા ગામથી આગળ પહોંચેલા ત્યારે અચાનક ફરિયાદીની સામેની સાઈડથી એક ટ્રક ફૂલલાઈટ ચાલુ રાખીને આવતા ફરિયાદીની આંખો અંજાઈ જતાં સામેની સાઈડનું કંઈ ન દેખાતા ફરિયાદી પોતાની કાર ડાબી બાજુ લેવા જતાં ફરિયાદીની કાર અચાનક પુલ સાથે અથડાઈને પુલથી નીચે પડી જતાં અકસ્માત બનવા પામેલો હતો, જેમાં ફરિયાદીની કારમાં ટોટલ લોસ જેવી નુકસાની થઈ ગયેલી હતી.
ફરિયાદીના કારની હુન્ડાઈ સાન્ટા કાર નં. જીજે01આરએફ 8001ની બજાજ એલિયાન્સ જનરલ ઈન્સ્યોરન્સમાંથી પ્રાઈવેટ કાર પેકેજ પોલિસી મુજબ એક્સિડન્ટ ક્લેઈમ મુજબ કારમાં જો ટોટલ લોસ જેવી નુકસાની થાય તો આઈ.ડી.વી. મુજબ રૂા. 15,90,000 સુધીનું જોખમ કવર હતું, જેથી ફરિયાદી દ્વારા બજાજ એલિયાન્ઝ વિમા કંપનીમાં ઉપરોક્ત કારને ક્લેઈમ નોંધાવવામાં આવેલો હતો, પરંતુ વિમા કંપની દ્વારા વિમા પોલિસીની શરતોનું પાલન થતું ન હોય જેથી ફરિયાદીનો ક્લેઈમ નામંજૂર કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ કામના ફરિયાદીએ ક્લેઈમ નામંજૂર થયા બાદ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્ય) રાજકોટમાં ફરિયાદ નં. 720/2023થી બજાજ એલિયાન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સામે ક્લેઈમ દાખલ કરેલો હતો. જે દાવામાં અરજદાર તરફે એડવોકેટ અજય કે. જોષી રોકાયેલા હતા. આ બનાવમાં ફરિયાદીને બનાવ સમયે ઈજાઓ થયેલી છે તેમજ વિમા પોલિસીની શરતો મુજબ વિમા કંપની રકમ ચૂકવવા માટે જવાબદાર છે. વિમા કંપનીએ પ્રાઈવેટ કાર પેકેજ પોલિસીમાં ઘઠગ ઉઅખઅૠઊનું જે પ્રિમિયમ લીધેલું છે તે મુજબ આ કામના ફરિયાદીને રકમ મળવાપાત્ર છે તે અંગે દલીલો કરવામાં આવેલી અને જે કારણ આગળ ધરીને વિમા કંપનીએ ક્લેઈમ નામંજૂર કરેલો છે તેવી કોઈ સ્થિતિ વિમા કંપની પૂરવાર કરી શકેલી નથી તેવી અરજદાર વતી દલીલો કરવામાં આવેલી અને અરજદારે વિવિધ સ્ટેટ કમિશન તેમજ નેશનલ કમિશનના ચૂકાદાઓ રજૂ રાખેલા તે ધ્યાને લઈને ફરિયાદીના એડવોકેટની દલીલ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ દ્વારા માન્ય રાખવામાં આવેલી અને ફરિયાદીની ફરિયાદ મંજૂર કરવામાં આવેલી હતી.
આ કામમાં ફરિયાદી વતી અજય કે. જોષી (એડવોકેટ), પ્રદિપ આર. પરમાર (એડવોકેટ), વિશાલ દક્ષિણી (એડવોકેટ), દુર્ગેશ જોષી (એડવોકેટ), અક્ષય સાંકળીયા (એડવોકેટ) તેમજ મદદનીશ તરીકે રીદ્ધિ શ્રીમાળી તેમજ નંદન ઝાપડા રોકાયેલા હતા.



