આજે નેશનલ લાઇબ્રેરિયન દિવસ
3 માળના કાચના બિલ્ડિંગમાં વાંચન દરમિયાન સીધો સૂર્યપ્રકાશ મળશે, છઋઈંઉથી વિદ્યાર્થીઓની એન્ટ્રી-એક્ઝિટ ઓનલાઇન થશે: એક સાથે 1000 વિદ્યાર્થીઓ વાંચી શકે તેવી વ્યવસ્થા: ડ્રોપ બોક્સમાં પુસ્તકો મુકતાની સાથે જમા થઇ જશે
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનોખી લાયબ્રેરી
1. 5 લાખ જેટલા પુસ્તકોનો સંગ્રહ: ઈતિહાસ, સાયન્સ, ભાષા, કલા સહિતનો સમાવેશ
2. દિવસે લાઈટ ન હોય તો પણ વિદ્યાર્થીઓ વાંચી શકે તે માટે રિફ્લેક્ટિવ ગ્લાસ
3. સૌરાષ્ટ્રમાં પ્રથમ એવી લાઇબ્રેરી કે જેનું કાચનું બિલ્ડીંગ ગોળાકાર
4. જમીનથી ત્રણ ફૂટ ઊંચું બાંધકામ જેથી આ બિલ્ડીંગની આકર્ષકતા જળવાઈ રહે.
5. પાકૃતિક વાતાવરણમાં વિદ્યાર્થીઓ ભણી શકે તેથી વૃક્ષારોપણ કરાશે.
6 ત્રણ માળના બિલ્ડિંગમાં 2 લિફ્ટ, દરેક માળ પર સ્ટોરેજ રૂમ અને બુક એરીયા
ક્ષ આ લાઈબ્રેરીમાં ઘણા બધા સંદર્ભ ગ્રંથો, ઓરીજનલ સ્ક્રીપ્ટ અને પૌરાણિક સિક્કાઓનો સંગ્રહ
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
આજે નેશનલ લાઈબ્રેરિયન દિવસ છે. આ દિવસ ભારતમાં ‘લાઇબ્રેરી સાયન્સના પિતા’ તરીકે જાણીતા ડો.એસ.આર. રંગનાથનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે, ગ્રંથપાલો માત્ર પુસ્તકોનું રક્ષણ કરતા નથી, પરંતુ તેઓ જ્ઞાનના વાહક છે, જે સમાજમાં શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાનું મહત્ત્વનું કાર્ય કરે છે. રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રૂપિયા 7 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ ત્રણ માળની લાઇબ્રેરીનું બિલ્ડીંગ કંઈક એ રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં સૂર્યના સીધા કિરણો આ બિલ્ડીંગ ઉપર પડે અને વિદ્યાર્થીઓ એક પોઝિટિવ ઉર્જા સાથે વાંચન કરી શકે. આ ઉપરાંત ઓટોમેથડ સિસ્ટમથી લાઇબ્રેરી કાર્યરત રહેશે એટલે વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ આઇડી કાર્ડ સ્કેન કરતાની સાથે થઈ શકશે. તેમજ વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે હાલ અહીં ફાયર એનઓસીનું કામ બાકી છે. જે પૂર્ણ થતાની સાથે જ ટૂંક સમયમાં આ અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો જૂની લાઈબ્રેરી આવેલી છે પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂપિયા 7 કરોડના ખર્ચે અધ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલું છે.
યુનિવર્સિટીની હાલની લાઇબ્રેરીમાં પાંચ લાખ જેટલા પુસ્તકો છે તેમાં ઘણા બધા સંદર્ભ ગ્રંથો પણ છે. અમુક ઓરીજનલ સ્ક્રીપ્ટ છે. ઘણા પૌરાણિક સિક્કાઓ કે જે અત્યારે દુર્લભ છે તેનું પણ અહીં પ્રદર્શન રાખવામાં આવેલુ છે. અહીં વિદ્યાર્થીઓને વાંચવા માટે સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓને રીડિંગ માટે શાંત વાતાવરણ મળી રહે તે પ્રકારે લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ અદ્યતન લાઇબ્રેરીમાં પાઠ્યપુસ્તકો સહિતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એન્ટ્રી અને એક્ઝિટ માટે છઋઈંઉ (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફીકેશન) સિસ્ટમ રાખવામાં આવી છે. આ ઉપરાંત બિલ્ડીંગની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવી છે કે પૂરતો સૂર્યપ્રકાશ અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને મળે જેથી તેઓ પ્રાકૃતિક વાતાવરણમાં વાંચન કરી શકે અને પોઝિટિવિટી પણ આવે. નવી લાઇબ્રેરીમાં 5,00,000 થી વધુ પુસ્તકો રાખવામાં આવે તે પ્રકારની વિચારણા છે તો 25 જેટલા વિદ્યાર્થીઓ માટે અલગ વાઇફાઇ રૂમ રાખવામાં આવે તેવી પણ યોજના છે આ સાથે જ આ લાઇબ્રેરી 24 કલાક ખુલ્લી રાખવાનું આયોજન છે ત્યારે ઓટોમેથડ સિસ્ટમ અપનાવવામાં આવશે. અહીં વિદ્યાર્થીઓને પુસ્તકો જમા કરાવવા માટે કોઈ વ્યક્તિ પાસે જવું નહીં પડે પરંતુ એક ડ્રોપ બોક્સ રાખવામાં આવશે જેમા વિદ્યાર્થીઓ પુસ્તકો મૂકી દેશે તે સાથે જ વિદ્યાર્થીઓ પુસ્તક જમા કરાવ્યું ગણાશે. રાત્રે પણ લાઇબ્રેરીની બંને તરફનો પોર્શન ખુલ્લો રાખવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ત્યાં બેસી વાંચન કરી શકશે જે માટે રાત્રે સ્પેશ્યલ સિક્યુરિટી ગાર્ડ પણ રાખવામાં આવશે.
- Advertisement -