5.63 લાખની છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાતો ગુનો
ICICI બેંકના કર્મચારીની ઓળખ આપી આચરેલું કૃત્ય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વધુ એક યુવકને ઓનલાઈન ફ્રોડમાં ફસાવવામાં સાયબર ગઠિયાઓ સફળ થયા છે કેવાયસી અપડેટ કરવાના બહાને બાંધકામના કોન્ટ્રાકટર સાથે 5.63 લાખની છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના ગોંડલ રોડ ઉપર રહેતા અને બાંધકામના કેતનભાઈ પ્રવિણભાઈ ખોલીયા ઉ.48એ સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા. 20/02/2025 ના રોજ હું મારા કામ પર હતો ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર 9652987204ના વ્હોટસપ પરથી લિન્ક આવી હતી ત્યાબાદ આ ઉપરોક્ત મોબાઈલ નંબરનો વ્હોટસપ કોલ આવેલ જે. રિસીવ કરી તેની સાથે વાત કરતા આ સામાવાળાએ વ્યક્તિએ આઈસીઆઈસીઆઈ બેંકનો કર્મચારી વાત કરૂ છું. તેમ ઓળખ આપેલ જેથી તેમના પર વિશ્વાસ કરી વાત કરતા મારે બેંકમાં કેવાયસી અપડેટ કરવું પડશે નહિતર મારૂ ખાતું બંધ થઈ જશે. બેન્ક ખાતું બંધ ન થાય તેના માટે કેવાયસી અપડેટ કરવા વ્હોટસપ પર મોકલેલ લીંક ઓપન કરવા જણાવેલ મારા વ્હોટસપ પર આવેલ ઉપરોક્ત એપીકે લીંક ઓપન કરતા તેમાં આઈસીઆઇસીઆઈ બેંકનો લોગો વાળું પેજ ઓપન થયેલ તેમજ સામવાળાએ મારા આધારકાર્ડ નંબર બોલતા મને તેના પર વિશ્વાસ આવેલ બાદ મારા ઉપરોકત બેંકના ડેબીટકાર્ડ નંબર નાખવાનું કહેતા જેના ડેબીટકાર્ડ નં. 4687 9901 5300 19 08 નાખેલ બાદ મારા મોબાઈલ પર ઓટીપી આવેલ જે સામાવાળા કેવાયસી અપડેટ કરવા વેરીફીકેશન કરવા સારુ માંગતા મે ઓટીપી આપેલ તે પછી તેણે ઓટીપી ખોટો છે, ફરીવાર પ્રોસેસ કરૂ છું ઓટીપી આવશે ને આપવા જણાવેલ મારા મોબાઇલ પર આવેલ ફરીવાર ઓટીપી શેર કરેલ આમ આવી રીતે મારા મોબાઇલ પર આવેલ પાંચ વખત આવેલ ઓટીપી માંગતા જે મે શેર કરેલ બાદ મારુ કેવાયસી અપડેટ થઈ જશે તેમ કહી ફોન કાપી નાખેલ.
ત્યારબાદ તા. 25/02/2025ના એક પર રૂબરૂ બેંકમાં જઈને પુછતા ત્યાંથી મને જણાવેલ કે તમારા ખાતા માંથી તા.20/02/2025 ના રોજ 1.99,870/- 84. 000/-, 1,49,502/-, 1.59,502, 70,000ના ટ્રાનજેક્શન જોવા મળ્યા હતા કુલ 5.62.874 ઉપડી ગયલ છે. જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.