ટેન્શનના લીધે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પ્રકાશ પારધી નામના પોલીસ કોન્સ્ટેબલે આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. પ્રકાશ પારધી પોતાની ડ્યુટી પૂરી કરી થોરાળા વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ખાતે પોતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ ઝેરી દવા પી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, પરિવારને જાણ થતા તુરંત તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ ઇમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલી રહી છે.
- Advertisement -
મળતી માહિતી મુજબ પ્રકાશના અગાઉ લગ્ન થયા હતા પરંતુ તેની પત્ની બે મહિના જેટલો સમય જ સાસરિયામાં વિતાવ્યો હતો. ત્યારબાદ તે પોતાના ઘરે ચાલી ગઈ હતી અને ત્યાંથી પરત નહોતી આવી.
સમગ્ર મામલે પતિ પત્નીના છૂટાછેડા પણ આજથી બારેક મહિના અગાઉ થઈ ચૂક્યા હતા. આજે જ્યારે પ્રકાશે દવા પીધી ત્યારે પણ તે ટેન્શનમાં હતો.